health

ડાયાબિટીસના દર્દીએ દૂધ પીવું કે નહીં ? શું ભાત અને બટાકા ખાઈ શકાય ? જાણો આવા મૂંઝવતા પ્રશ્નોના જવાબ…

નમસ્કાર મિત્રો, ડાયાબિટીસના દર્દીઓને મૂંઝવતા ઘણા બધા પ્રશ્નોમાંથી ૧૦ પ્રશ્નોના જવાબ આપણે આ માહિતીના માધ્યમથી જાણીશું. ૧. ડાયાબિટીસના દર્દીએ કયા-ક્યા ફળ ખાવા જોઈએ ? જવાબ : સફરજન, રામણા, કિવી, સંતરા, ઝમરૂખ,અનાનસ,જામફળ,પપૈયું,તડબૂચ,અને આમળા જેવા ફળો ખાવા જોઈએ,

૨. ડાયાબિટીસ કેટલું હોવું જોઈએ ? જવાબ : જ્યારે આપણે ભૂખ્યા હોઈએ ત્યારે સુગર લેવલ ૭૦ થી ૧૧૦ ની વચ્ચે હોવું જોઈએ,જમ્યાના અડધા કલાક બાદ આ સુગર લેવલ ૧૧૦ થી ૧૪૦ વચ્ચે સામાન્ય ગણાય છે,

૩. શું ડાયાબિટીસના દર્દીઓએ ભાત ખાવા જોઈએ ? જવાબ : ડાયાબિટીસના દર્દીઓએ ભાત ન ખાવા જોઈએ, પરંતુ જો ભાત ખાવા હોય તો બ્રાઉન રાઈસ થોડી માત્રામાં ખાઈ શકાય ) ભાત ખાવાથી સુગર લેવલ વધી શકે છે.

૪. શું ડાયાબિટીસના દર્દીઓએ દૂધ પીવું જોઈએ ? જવાબ : ડાયાબિટીસના દર્દીઓએ રોજ એક ગ્લાસ કે તેથી ઓછું દૂધ પીવું જોઈએ, અને એ પણ સવારના નાસ્તામાં જ,( અમેરિકન કંપનીએ ૨૦૧૩ માં કરેલ રિસર્ચમાં આ ખુલાસો કરવામાં આવ્યો હતો ) તમે જે દૂધ પિશો તેમાં ગાયનું દૂધ કે મલાઈ વગરનું જ હોવું જોઈએ,

૫. ડાયાબિટીસની ગોળીઓ ખાવાથી શું નુકસાન થાય ? જવાબ : જો કોઈ વ્યક્તિનું ડાયાબિટીસ લેવલ વધી ગયું હોય તેમણે દવા લેવી ખૂબ જ જરૂરી બની જાય છે,ડોકટરનું એવું કહેવું છે કે વધારે પડતી દવા લેવાથી કિડની અને લિવરને ભયંકર નુકસાન થાય છે,તેથી જો તમારું ડાયાબિટીસ લેવલ વધારે નથી તો તમે ફળ અને અમુક પ્રકારના જ્યુસ અને ચૂર્ણ લઈને પણ ડાયાબિટીસ કંટ્રોલ કરી શકો છો અને જો તમારે દવા લેવી જરૂરી છે તો ડોક્ટરની સલાહ લીધા પછી જ દવા લેવી,

૬. ડાયાબિટીસના દર્દીઓએ કઈ કસરત કરવી જોઈએ ? જવાબ : ડાયાબિટીસના દર્દીઓમાંથી ૮૦ ટકા જેટલા દર્દીઓનું મૃત્યુ હ્રદયરોગના કારણે એટ્લે કે હાર્ટ એટેક આવવાના કારણે થાય છે, આ માટે હ્રદયને મજબૂત રાખવા દરરોજ એક કલાક ખુલ્લી જગ્યાએ ચાલવું કે દોડવું જોઈએ, અને અનુલોમ વિલોમ ૧૫ મિનિટ કરવી જોઈએ.આ ઉપરાંત બીજા કોઈ યોગાસન કરવા હોય તો ડોક્ટરની સલાહ મુજબ જ કરો.

૭. ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે જમવુ જોઈએ કે નહીં ? જવાબ : જો ડાયાબિટીસના દર્દીઓનો વજન વધારે હોય તો તેમણે સવારનો નાસ્તો વધારે કરવો જોઈએ,જ્યારે રાતનું ભોજન ટાળવું જોઈએ.રાત્રે ભોજન કરવા કરતા એક ગ્લાસ સફરજન કે બીજા અન્ય ફળનુ જ્યુસ પીવું સારું રહેશે.

૮. શું ડાયાબિટીસમાં બટાકા ખાઈ શકાય ? જવાબ : ડાયાબિટીસના દર્દીઓએ બટાકા ન ખાવા જોઈએ,કારણ કે બટાકાની અંદર વધારે માત્રમાં કાર્બો હાઇડ્રેટ્સ રહેલ હોય છે,જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ નુકસાન કારણ સાબિત થતા હોય છે.

૯. ડાયાબિટીસ મટાડવા માટે કયું જ્યુસ પી શકાય ? જવાબ : ડાયાબિટીસના દર્દીઓએ કારેલાનું જ્યુસ પીવું જ જોઈએ,આ ઉપરાંત દૂધીનું જ્યુસ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે,

૧૦. ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ ? જવાબ : ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે રોજ એક કલાક વ્યાયામ કરવો જોઈએ,આ ઉપરાંત વધુ પાણી પીવો, નોંધ : કોઈ પણ ખોરાક લેતા પહેલા યોગ્ય ડોક્ટરની સલાહ જરૂર લો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.