કોરોનાનો કહેર ઘટતા સરકારે નાઈટ કર્ફ્યુંને લઈને સરકારે કર્યો મોટો નિર્ણય
રાજ્યમાં સતત કોરોનાનો કહેર ઘટી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ત્રણ હજારની અંદર કોરોનાના કેસ આવી રહ્યા છે તે એક રાહતની વાત છે. પરંતુ કોરોનાનો કહેર વધતા સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો લગાવવામાં આવ્યા હતા. જ્યારે હવે આ નિયંત્રણોને સરકાર દ્વારા હળવા કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કહેરને લઈને લગાવવામાં આવેલ નિયંત્રણોની સમય મર્યાદા આજે સમાપ્ત થઈ રહી હતી. એવામાં સરકાર દ્વારા નવા નિયંત્રણો જાહેર કરવામાં આવા છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષ સ્થાન પર મળેલી કોર કમિટીની બેઠકમાં દરમિયાન કોરોનાનો કહેર ઘટતા રાજ્યમાં લગાવેલ નિયંત્રણોને હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યમાં હવે માત્ર 8 મહાનગરોમાં આગામી 11 ફ્રેબુઆરી 2022 થઈ 18 ફેબ્રુઆરી 2022 સુધી રાત્રીના 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુનું અમલીકરણ રહેશે. જેમાં આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોનો સમાવેશ થાય છે.
આ શહેરોમાં સરકાર દ્વારા હાલ રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યું છે. જ્યારે લગ્નને પ્રસંગને લઈને લઈને પણ નિર્ણય કરવામાં આવ્યો છે હવે લગ્ન પ્રસંગમાં 300 લોકોને મંજૂરી અપાઈ છે. તેની સાથે આ સિવાય કોરોનાનો કહેર વધતા અન્ય શહેરોમાં પણ રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યું હતું પરંતુ હવે ગુજરાતમાં માત્ર આઠ મહાનગરોમાં નાઈક કર્ફ્યું રહેશે. જ્યારે સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રાખવાની પરવાનગી અપાઈ છે.
આ સિવાય ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના કોચિંગ ક્લાસને 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે.તેની સાથે વધુમાં રાજ્યમાં દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સ્પા-સલૂન, બ્યૂટીપાર્લર વગેરે ધંધાઓ રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકશે. જ્યારે હોટલ-રેસ્ટોરન્ટ હોમ ડિલિવરી સેવાઓ 24 કલાક ચાલુ રાખવાની પરવાનગી છે.