GujaratIndiaNewsSurat

દેશના ઈતિહાસની સૌથી મોટી બેન્ક છેતરપિંડી : સુરત-દહેજમાં સ્થિત AGB શિપયાર્ડ કંપની સામે CBI એ ફરિયાદ દાખલ કરી,

SBI બેન્કો સહિત ૨૮ બેન્કો સાથે છેતરપિંડી થયું હોવાનું સામે આવ્યું છે,જે દેશના ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી મામલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ ( CBI ) ABG શિપયાર્ડ લિમિટેડ સામે કૌભાંડ કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે.વધુમાં જણાવીએ તો ABG શિપયાર્ડ ૨૨,૮૪૨ કરોડની રકમ સાથે SBI સહિત ૨૮ બેંકો સહિત કૌભાંડ કર્યા હોવાનો આરોપ છે.

જાણકારી માટે જણાવીએ CBI દ્વારા નોંધાયેલ આ અત્યાર સુધીનો સૌથી મોટો બેંક કૌભાંડનો કેસ છે.ABG શિપયાર્ડ લિમિટેડ એ ABG ગ્રુપની મુખ્ય કંપની છે જે સુરતના મગદલ્લામાં ૧૯૮૫ માં શરૂ થયેલ ABG શિપયાર્ડ જહાજ બનાવવાનું અને મેઇન્ટેનન્સનું કામ કરતી હતી.જે શિપબિલ્ડીંગ-જહાજના સમારકામ સાથે સંકળાયેલ છે.ગુજરાતમાં દહેજ અને સુરતમાં તેના શિપયાર્ડ આવેલા છે.

આ કેસમાં CBI એ ABG શિપયાર્ડ લિમિટેડ કંપનીના અધ્યક્ષ,મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત ૮ લોકો સામે કેસ દાખલ કર્યો છે.CBI ના જણાવ્યા અનુસાર,આ લોકોની સામે ભારતીય દંડ સંહિતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ABG શિપયાર્ડ લિમિટેડ કંપનીએ ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી અલગ-અલગ ૨૮ બેન્કોથી વેપારના નામે ૨૨,૮૪૨ કરોડ રૂપિયાની લોન લીધી હતી.કંપનીએ આ પૈસાથી સંપત્તિ ખરીદી અને વિદેશ પણ મોકલ્યા હોવાનું સામે આવ્યું છે.