Ajab Gajab

એ કઈ વસ્તુ છે જે બીજાને ભરપેટ ખવડાવે છે પણ પોતે ક્યારેય કશું ખાતી નથી,

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું. ૧. એવું શું છે જે મે માં છે પણ ડિસેમ્બરમાં નથી, આગમાં છે પણ પાણીમાં નથી, જવાબ : ગરમી ૨. એવું શું છે જેને તોડવા પર સહેજ પણ અવાજ આવતો નથી, જવાબ : વિશ્વાસ

૩. એક મહિલા ફૂલ સ્પીડથી સ્કૂટી ચલાવી રહી હોય અને અચાનક તેની સામે તેનો પતિ અને તેનો ભાઈ આવે તો તે સૌથી પહેલા કોને મારશે, જવાબ : તે સૌથી પહેલા બ્રેક મારશે

૪. એવી કઈ ભાષા છે જે ખાવામાં પણ કામ આવે છે ?
જવાબ : ચીની ( ખાંડ )

૫. એવી કઈ વસ્તુ છે જેને ચોર જોઈ તો શકે છે પણ ચોરી શકતો નથી,
જવાબ : જ્ઞાન ( વિદ્યા )

૬. એ કઈ વસ્તુ છે જે બીજાને ભરપેટ ખવડાવે પણ પોતે ક્યારેય કઈપણ ખાતી નથી,
જવાબ : ચમચી

૭. જો તમારી પાસે ચાર ગાય અને બે બકરી છે તો તમારી પાસે કેટલા પગ છે ? જવાબ : તમારી પાસે 2 પગ જ હશે, અમારા આવા અવનવા મજેદાર ઉખાણા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.