GujaratIndiaNews

ભાવનગર ભરતનગર પોલીસ મથકના ૪ પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોના થયા મોત, રાજ્યના DGP સહિત તમામ અધિકારીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી,

સોમવારે મોડી રાત્રે રાજસ્થાનની રાજધાની જયપુરના ભાબરુ વિસ્તારમાં દિલ્હીથી ગુજરાત જઈ રહેલ ૪ કોન્સ્ટેબલોના સર્જાયેલ અકસ્માતમાં મોત નિપજ્યા હતા.જેમાં ચાર પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.તે જ સમયે,સ્થાનિક લોકોએ જણાવ્યું કે,ભાબરુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત પોલીસની ફોર્ચ્યુનર કાર ડિવાઈડર પરના ઝાડ સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં ચાર પોલીસકર્મી સહિત પાંચ લોકોના મોત થયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ ભાવનગર ભરતનગર પોલીસ મથકના હોવાનું જાણવા મળ્યું છે.મૃતક પોલીસકર્મીઓમાં હેડ કોન્સ્ટેબલ મનસુખ કાબા બાલધીયા, કોન્સ્ટેબલ ભીખુ અબ્દુલ બુકેરા,કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ ઈરફાન સત્તાર આગવાન સહિત પાંચમો વ્યક્તિ ફૈઝાન ઉર્ફે સૈફીનું મોત થયું હતું,જે દિલ્હીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કર્યું હતું કે જયપુરના ભાબરું વિસ્તારમાં ગુજરાત પોલીસની ગાડીને અકસ્માત નડતા ૪ પોલીસકર્મીઓ સહિત ૫ લોકોના મોત અંગે જાણીને દુઃખ થાય છે.શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું,ભગવાન તેમના પરિવારને દુ:ખ સહન શક્તિ આપે અને મૃતકના આત્માને શાંતિ મળે.

આ દુઃખદ બનાવ અંગે ગુજરાત રાજ્યના DGP આશિષ ભાટિયા પણ ભાવનગર પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આ સિવાય IG, SP, ASP, PI, PSI સહિતના અધિકારીઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી.જ્યારે મોટી સંખ્યામાં લોકો પણ શ્રદ્ધાંજલિ પાઠવવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા.