health

વઘારેલી ખિચડી અને પુલાવ સાથે આ વસ્તુ ક્યારેય ન ખાઓ, નહીં તો સમય જતા બીમારીનો સામનો કરવો પડી શકે છે,

નમસ્કાર દોસ્તો, જ્યારે આપણે કપડા પહેરીએ છીએ ત્યારે મેચિંગ આવે છે કે નહીં તે રીતે કપડાં પહેરતા હોય છે,જેટલું ધ્યાન આપણે કપડા પર આપીએ છીએ એટ્લુ જ ધ્યાન ખોરાકમાં પણ આપવું જરૂરી છે.આ માટે આયુર્વેદમાં પણ વિરુદ્ધ આહાર અંગે ખૂબ મહત્વ આપ્યું છે.આજે આપણે આ માહિતી આયુર્વેદ મુજબ તમારી જોડે શેર કરીશું.

વઘારેલી ખિચડી અને પુલાવ સાથે આ વસ્તુનું સેવન ન કરો, ગુજરાતીઓનું ખાસ મેનૂ એટ્લે ખિચડી,એમાં બે પ્રકારની ખિચડી બનાવતા હોય છે.જેમાં સાદી ખિચડી અને બીજી વઘારેલી ખિચડી,એમાં પણ સાદી ખીચડી બે પ્રકારમાં બને છે,જેમાં એક તુવેરની ખિચડી અને બીજી મગની દાળની ખિચડી.સાદી ખિચડીમાં થોડુક મીઠું જ હોય છે અને ખિચડી તૈયાર થઈ જાય છે.

પરંતુ વઘારેલી ખિચડીમાં તેલથી વઘાર કરવામાં આવતો હોય છે,દરમિયાન જે મરી-મસાલા નાખવામાં આવે છે,જેમાં લોકો ડુંગળી અને લસણ પણ નાખે છે.જેથી વઘારેલી ખિચડી સ્વાદિષ્ટ બને,પરંતુ આયુર્વેદ મુજબ વઘારેલી ખિચડી અને પુલાવ સાથે દૂધનું સેવન ન કરવું જોઈએ.આ અંગે આયુર્વેદમાં પણ નિ:ષેધ કરેલ છે.

કારણ કે વઘારેલી ખિચડીમાં તેલ આવે છે.તેલ અને દૂધને વિરુદ્ધ આહાર માનવામાં આવે છે,ડુંગળી અને લસણનું પણ દૂધ સાથે સેવન ન કરવું જોઈએ.આયુર્વેદમાં ગરમ મસાલા સાથે દૂધનું સેવન ન કરવું એ પણ નિ:ષેધ કરેલ છે.પુલાવમાં પણ તેલનો ઉપયોગ થાય છે.માટે પુલાવ સાથે પણ દૂધનું સેવન ન કરવું જોઈએ.

શરૂઆતમાં તમને કોઈ સમસ્યા થશે નહીં પરંતુ સમય જતા શરીરમાં બીમારી શરૂ થાય છે.જો તમારે ખિચડી સાથે દૂધ ખાવું હોય તો સાદી ખિચડીમાં મગ દાળવાળી ખિચડી સાથે દૂધનું સેવન કરી શકો છો.પરંતુ તુવેરની ખિચડી સાથે દૂધનું સેવન ન કરો.નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.