સુરતના પાસોદરા ખાતે જાહેરમાં ફેનિલને ગ્રીષ્માની હત્યા કરી હતી.ગઈ કાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ ગ્રીષ્માના ઘરે જઇ પરિવારની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.એટલું જ નહીં ગ્રીષ્માના પરિવારજનોને ઝડપી ન્યાય અપાવવાની પણ ખાતરી આપી હતી.વધુમાં જણાવીએ તો કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ દરમિયાન સુરત પોલીસ દ્વારા રિકંસ્ટ્રક્શન માટે આરોપી ફેનિલને સૌપ્રથમ તેના મિત્રના કાફે લઈ જવાયો હતો.ત્યારબાદ ગ્રીષ્માના ઘર સામે ઘટનાસ્થળે લઈ જવાયો હતો,આરોપી ફેનિલના ચહેરા પર હત્યાનો કોઈ જ પસ્તાવો ન થયો હોય એ રીતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે ઘટનાનું રિકંસ્ટ્રક્શન કર્યું હતું.
એટ્લે કે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો એ ફરીથી કરી બતાવ્યું હતું.જેમાં હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું હતુ જેમાં અનેક નાની-નાની બાબતો સામે આવી હતી.અહી ઘટના સ્થળ પર ફેનિલને લાવવામાં આવ્યો ત્યારે તે લંગડીને ચાલતો હતો અને તેના ડાબા હાથમાં પાટો બાંધેલો દેખાતો હતો.તેના શર્ટના બટન ખુલ્લા હતા.
આ ઘટનામાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી તે દરમિયાન ધીમે-ધીમે થાકી ગયો હોય તેમ ઢીલો પડવા લાગ્યો હતો અને તે નીચે પડી ન જાય માટે પોલીસકર્મીઓએ તેને પકડીને રાખ્યો હતો.