GujaratIndiaNewsSurat

સુરતમાં આ શું થઇ રહ્યું છે ? ફેનિલે કરેલ હત્યા બાદ વધુ એક પાગલ પ્રેમીનું પરાક્રમ સામે આવ્યું, નશાની હાલતમાં યુવતીના ઘરે જઈને કરી માથાકૂટ, જાણો આ સમગ્ર ઘટના,

સુરતના પાસોદરા ખાતે થોડા દિવસ પહેલા ફેનિલે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરી હતી,જે અંગે સમગ્ર ગુજરાત રોષે ભરાયું છે,અત્યારે આરોપી ફેનિલને ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.સ્માર્ટ સીટી ગણાતું સુરત શહેર હવે ગુનાખોરીના કારણે બદસુરત બનતું જઇ રહ્યું છે.આવા સમયે આવી જ એક ઘટના સુરતના ડિંડોલી વિસ્તારથી સામે આવી છે.

જ્યાં એકતરફી પ્રેમમાં પાગલ યુવક નશાની હાલતમાં છોકરીના ઘરે જઇ કહેવા લાગ્યો,જો તારા લગ્ન થશે તો હું તારા માતા-પિતાને જાનથી મારી નાખીશ,એવી ધમકીઓ આપી માથાકૂટ કરવા લાગ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના અંગે છોકરીના પિતાએ ડિંડોલી પોલીસને ફરિયાદ કરી આ યુવક સામે છેડતીનો ગુનો નોંધી યુવકની ધરપકડ કરી હતી.

યુવકનું નામ જય પ્રકાશ બિરાડે હોવાનું સામે આવ્યું છે.પોલીસના જણાવ્યા અનુસાર,યુવકે હાલમાં જ સેનેટરી ઈન્સ્પેક્ટર( SI ) ની ટ્રેનિંગ પૂર્ણ કરી છે.જ્યારે ૨૩ વર્ષીય છોકરી જેનું નામ પ્રિયા છે,જે વીર નર્મદ યુનિવર્સિટીમાં નોકરી કરે છે.મળતી માહિતી અનુસાર જણાવીએ તો આ પરિવાર સુરતના ડિંડોલી ખરવાસા નજીક સોસાયટીમાં રહે છે.પિતા ટેમ્પો ચલાવીને પરિવાર ચલાવે છે.

માહિતી અનુસાર જણાવીએ તો ૩ વર્ષ પહેલા આ યુવતીને જય પ્રકાશ બિરાડે સાથે પ્રેમસંબંધ હતો.આ બાબતે દીકરીના પિતાને જાણ થતા દીકરીને સમજાવી હતી.પ્રેમીની સાચી હકીકત ખબર પડતા છોકરીએ પ્રેમસંબંધ તોડ્યો હતો.પરંતુ થોડા દિવસ પહેલા જય પ્રકાશ બિરાડેએ છોકરીના ઘરે જઈ ધમાલ કરી હતી.આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે યુવકની ધરપકડ કરી છે.