CrimeGujaratSouth GujaratSurat

સુરતમાં ફરી ક્રાઈમ ઘટના, તસ્કરોએ સવારના સમયે ઘરમાંથી બે લાખ રૂપિયા રોકડ અને 10 તોલા સોનાની કરી ચોરી

સુરતથી સતત ક્રાઈમ સીટી બનતી હોઈ તેવું જોવા મળ્યું રહ્યું છે કેમકે સતત સુરતમાં ચોરી, દુષ્કર્મ, હત્યા અને છેતરપીંડીની ઘટના સામે આવી રહી છે. એવામાં આજે એવી જ એક ઘટના સામે આવી છે. સુરતમાં એક સોસાયટીના સવારના સમયે ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.

તેની સાથે જાણવા મળ્યું છે કે, સુરતની શક્તિ સોસાયટીમાં સવારના સમયે બાઈક પર આવીને તસ્કરો બે લાખ રૂપિયા રોકડા અને દસ તોલા સોનાની ચોરી કરી ફરાર થયા હતા. જ્યારે આ તેમની ચોરી સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના વાત કરવામાં આવી છે કે, સુરતના ઉધના વિસ્તારમાં આવેલ શિવશક્તિ સોસાયટીમાં દયાભાઈ મોતિરામ રાણા પરિવાર રહી રહ્યો છે.

જ્યારે 15 ફેબ્રુઆરીની રોજ ઘરની વહુ સવારના ઉંઘમાં ઉઠીને આવી ઘરમાં નીચે આવી તો તેને જોયું તો ઘરનો સામાન વેરવિખેર જોયો તો તેને ઘરના લોકોને બોલાવ્યા હતા. ત્યાર બાદ જાણવા મળ્યું કે, બાઈક પર આવી સવારના સમયે તસ્કરોએ ઘરમાં ભારે સફાયો કર્યો હતો. તેની સાથે સીસીટીવી કેમેરામાં જોવા મળ્યું કે આ તસ્કરો ઘરમાંથી રોકડા રૂપિયા બે લાખ અને 10 તોલા સોનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

તેમાં જાણકારી સામે આવી છે પરિવારના રાતના સમયે બીમાર ભાઈની દેખરેખ માટે પ્રથમ માળે જ સુઈ ગયો હતો. તેના લીધે તેનો ફાયદો ઉઠાવી ગ્રાઉન્ડ ફ્લોરમાં પડેલ પૈસા અને સોનું લઈને ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ પરિવાર દ્વારા પોલીસને આ બાબતમાં જાણકારી આપવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી.