પાટીદારનું ઘરેણું એવા જાણીતા ગાયિકા એવા અલ્પા પટેલે ૧૭.૦૨.૨૦૨૨ ના રોજ પોતાના મંગેતર ઉદય ગજેરા સાથે લગ્નના ફેરા ફર્યા છે.તેમના લગ્ન અમરેલીના નાના મૂંજીયાસરમાં ખુબ ધામધૂમથી યોજાયા હતા.
લગ્ન પહેલા અલ્પા પટેલ અને ઉદય ગજેરાએ અલગ-અલગ જગ્યાએ પ્રિવેંડિંગ પણ કરાવ્યુ હતું.ગયા વર્ષે ૯ નવેમ્બર ૨૦૨૧ ના રોજ અલ્પા પટેલની ઉદય ગજેરા સાથે સગાઈ થઈ હતી.
અલ્પા પટેલના લગ્નની સુંદર સજાવટ કરવામા આવી હતી.જેની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.અલ્પા પટેલ ગુજરાતના ખૂબ જ લોક પ્રસિદ્ધ ગાયિકા છે.
અલ્પા પટેલના લગ્નમાં ગુજરાતના નામાંકિત કલાકારો જેમાં જિગ્નેશ કવિરાજ,કિર્તિદાન ગઢવી,સાઇરામ દવે,રાજભા ગઢવી,દેવાયત ખાવડ સહિતના કલાકારો,આ ઉપરાંત સાથે કામ કરતા લોકોએ અલ્પા પટેલના લગ્નમાં હાજરી લગ્નની શોભા વધારી હતી.
અલ્પા પટેલ અને ઉદય ગજેરાએ લગ્ન પહેલા દાંડિયા રાસ પણ રમ્યા હતા,જેની તસ્વીરો પણ જોઈ શકો છો.ઉદય ગજેરા ઘોડા પર સવાર થઈ જાન લઈને આવ્યા ત્યારે અલ્પા પટેલે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.