Ajab Gajab
એવું શું છે જે બધા પાસે હોય છે, કોઈકનું નાનું તો કોઇકનું મોટું,
નમસ્કાર મિત્રો,આજે આપણે મજેદાર ઉખાણા વાંચીશું. ૧. શરીરના કયા ભાગમાં ક્યારેય પરસેવો થતો નથી,જવાબ : આંખ,૨. એવી કઈ વસ્તુ છે,જે સ્ત્રી બધાની સામે પહેરી શકે છે પણ તેના પતિ સામે નહીં ? જવાબ : સફેદ સાડી, ( જ્યારે પતિનું મૃત્યુ થાય પછી પહેરે છે, )
૩. ઘરમાં ઘર તેમાં રમે કેસરીયો વર, લાકડા ખાઈ ખાઈને કાઢે ખાખી ગર !
જવાબ : ચૂલો
૪. ઝાડનું છોકરું ઘેર ઘેર વસતું, હજાર ચીજો થાય જે સુથાર ઘેર રમતું !
જવાબ : લાકડું
૫. ગરમી આપું પણ અંગાર નહીં, કપડાં બને પણ કપાસ નહીં !
જવાબ : ઊન
૬. એવું શું છે જે બધા પાસે હોય છે,કોઈકનું નાનું તો કોઇકનું મોટું ? જવાબ : દિલ ૭. એવી કઈ વસ્તુ છે જે બાળકને જુવાન અને જુવાનને વૃદ્ધ બનાવે છે ? જવાબ : ઉંમર અમારા દ્વારા શેર કરવામાં આવતા અવનવા ઉખાણા પસંદ આવતા હોય તો બીજા મિત્રોને પણ શેર કરો.