માતા-પિતા બનવું એ દરેક દંપત્તિનું સપનું હોય છે,માતા-પિતા બન્યા બાદ બાળકને સ્કૂલથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધી પ્લાનિંગ હોય છે.આવી સ્થિતિમાં,તમારે રોકાણ કરવાની જરૂર હોય છે,જેમાં જોખમ ઓછું હોય. ભારતમાં લોકો હજુ પણ ગેરંટીડ રિટર્ન પ્લાન સાથે રોકાણના વિકલ્પ પર વિશેષ ભાર મૂકે છે.તમારે રોકાણ કરવું હોય તો તમે LIC ના જીવન તરુણ પ્લાનમાં રોકાણ કરી શકો છો.
જો તમારા બાળકના જન્મને ૯૦ દિવસ એટ્લે કે ૩ મહિના થઈ ગયા છે,તો તમે રોકાણ કરવું જોઈએ.LIC કેલ્ક્યુલેટર મુજબ,જો તમે 90 દિવસથી એક વર્ષ સુધીના બાળકો માટે દર મહિને આશરે રૂ.૨,૮૦૦ ( દિવસ દીઠ રૂ. ૧૦૦ કરતાં ઓછુ ) રોકાણ કરો છો,તો તમને રૂ.૧૫.૬૬ લાખનું વળતર મળી શકે છે.આ માટે તમારે ૨૦ વર્ષ સુધી દર મહિને ૨,૮૦૦ રૂપિયાનું રોકાણ કરવું પડશે.
જો કે,આ સ્કીમ ૨૫ વર્ષ પછી પાકે છે સાથે મેચ્યોરિટી બોનસ મળે છે.આ રીતે,તમે માત્ર રૂ.૭.૨૦ લાખના રોકાણ પર રૂ.૧૫.૬૬ લાખનું ભંડોળ બનાવી શકશો,જે તમારા બાળકોના ઉચ્ચ શિક્ષણ સંબંધિત ખર્ચને પહોંચી વળશે.LIC એ બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પોલિસી તૈયાર કરી છે.
LIC જીવન તરુણ એ બિન-લિંક્ડ,સહભાગી,વ્યક્તિગત,જીવન વીમા બચત યોજના છે.આ હેઠળ, LIC એક સાથે સુરક્ષા અને બચત બંને સુવિધાઓ આપે છે.આ યોજના બાળકોના શિક્ષણ અને અન્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.આ પોલિસીનો લાભ લેવા માટે બાળકની ઉંમર ઓછામાં ઓછી ૯૦ દિવસની હોવી જોઈએ.
તમે વાર્ષિક,અર્ધવાર્ષિક,ત્રિમાસિક અથવા માસિક ધોરણે પ્રીમિયમ ચૂકવી શકો છો.તમે તેને NACH દ્વારા ચૂકવી શકો છો અથવા તમારા પગારમાંથી સીધું પ્રીમિયમ કાપી શકો છો.જો તમે કોઈપણ મુદતમાં પ્રીમિયમ ભરવામાં ડિફોલ્ટ કરો છો,તો જેઓ ત્રિમાસિકથી વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવે છે તેમને ૩૦ દિવસનો વધારાનો સમયગાળો મળશે.
બીજી તરફ,જો તમે દર મહિને પેમેન્ટ જમા કરાવો છો,તો તમને ૧૫ દિવસનો ગ્રેસ પીરિયડ મળશે.જ્યારે બાળક ૨૫ વર્ષનું થાય ત્યારે આ યોજના હેઠળ સંપૂર્ણ લાભ મળે છે.