બુટલેગર સાથે સંડોવણીમાં નામ આવતા પાંચ પોલીસ કર્મીઓને કરવામાં આવ્યા સસ્પેન્ડ
વડોદરાથી એક મોટો વિવાદ સામે આવ્યો છે. જેમાં પોલીસને લઈને વિવાદ સામે આવ્યો છે. તેમાં પોલીસ કમિશનર દ્વારા સખ્ત પગલું ભરવામાં આવેલ છે. આ બાબતમાં જાણવા મળ્યું છે કે, પાંચ પોલીસ અધિકારીને કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ કમિશનર દ્વારા વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તેમાં જાણકારી સામે આવી છે કે, આ પાંચ પોલીસકર્મીઓ સામે બુટલેગરને છાવરવાના આરોપમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર બે એએસઆઈ અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પોલીસ અધિકારીઓ સામે ગુપ્ત તપાસ આદરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા બુટલેગરને છાવરવાના આરોપસર ગુપ્ત તપાસ આ પોલીસકર્મીઓ પર શરૂ કરવામાં આવી હતી.
જેમાં આ પાંચેય પોલીસકર્મીઓ દોષિત સાબિત થતા પોલીસ કમિશનર દ્વારા સખ્ત વલણ અપનાવતા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર બે એએસઆઈ અને ત્રણ કોન્સ્ટેબલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.
આ અગાઉ કારેલીબાગ પોલીસ સ્ટેશનના 3 PSI અને 87 પોલીસકર્મીઓની પણ બદલી કરાઈ હતી. તેની સાથે પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવતા આ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે. આ કાર્યવાહી બાદ પોલીસકર્મીઓમાં ફફડાટ ઉભો થયો છે.