આ છે વિશ્વના સૌથી આદર્શ પતિ, પત્ની માટે કોઈએ છોડી દીધી નોકરી તો કોઈએ કર્યો અઢળક ખર્ચ
સાચો જીવનસાથી એ જ હોય છે જે દરેક સુખ દુખમાં તમારી સાથે રહે. જો તમારા જીવનસાથી હાર નથી માનતા તો તમે પણ કોઈપણ દુખ વગર કોઈપણ ક્ષણ વિતાવી શકો છો. આજે અમે તમને એવા 4 પતિ વિષે જણાવશું કે જેમણે પોતાની પત્ની માટે જે કર્યું એના લીધે તેમને વિશ્વના સૌથી બેસ્ટ આદર્શ પતિ માનવામાં આવે છે. આ સ્ટોરીથી તમને પણ ઘણી પ્રેરણા મળશે.
1. પત્ની માટે નોકરી-સંપત્તિ બધુ દાવ પર લગાવી દીધું:રાજસ્થાનના પાલીના ખૈરવા ગામમાં રહેતા 32 વર્ષીય ડોક્ટર સુરેશ ચૌધરીની પત્ની અનિતાને કોરોના થયો હતો. તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેમને મશીનની મદદથી જીવિત રાખવા પડ્યા હતા. જેમાં સુરેશને રોજના એક લાખ રૂપિયા મળતા હતા. પૈસાની વ્યવસ્થા કરવા માટે, સુરેશે તેની એમબીબીએસ ડિગ્રી ગીરવે મૂકી હતી અને 70 લાખની લોન લીધી હતી.
આ સિવાય તેણે પોતાની જમીન વેચીને તમામ બચત પૂરી કરી અને પત્નીને 87 દિવસ સુધી મશીન પર રાખી. આમાં તેણે લગભગ સવા કરોડ રૂપિયા ખર્ચ કર્યા. જોકે તેની મહેનત રંગ લાવી. પત્નીના 95 ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા ફરી સાજા થવા લાગ્યા. હોસ્પિટલમાંથી સ્વસ્થ થયા બાદ તરત જ તેને રજા પણ આપવામાં આવી હતી.
2. પ્રેગ્નેન્ટ પત્ની માટે છોડી દીધી ડીએમની નોકરી:નીતિન ભદૌરિયાને વર્ષ 2016માં પિતોરાગઢના ડીએમનું પદ મળ્યું હતું, પરંતુ તેમણે ચાર્જ સંભાળ્યો ન હતો. તેનું કારણ તેની ગર્ભવતી પત્ની હતી. તે તેની પ્રેગ્નન્સી દરમિયાન તેની પત્ની સ્વાતિ સાથે સમય પસાર કરવા માંગતો હતો. તેમની આ ઉમદા વિચારસરણીના સારા પરિણામો પણ તેમને મળ્યા. થોડા સમય પછી તે અને તેની પત્ની બંને ડીએમ બની ગયા. 2018 માં, સ્વાતિ ચમોલી જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ બન્યા, જ્યારે નીતિન અલ્મોડાના જિલ્લા મેજિસ્ટ્રેટના પદ પર બેઠા.
3. બીમાર પત્ની માટે ઘર અને ગાડીને જ બનાવી દીધું દવાખાનું:મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી રિટાયર્ડ એન્જિનિયર જ્ઞાનપ્રકાશએ વર્ષ 2020માં પોતાના ઘરને જ ICU બનાવી દીધું હતું. એટલું જ નહીં તેમણે પોતાની ગાડીને હાલતી ચાલતી ઍમ્બ્યુલન્સમાં ટ્રાન્સફૉર્મ કરી દીધી હતી. વાત એમ છે કે આ બધુ તેમણે પોતાની બીમાર પત્ની માટે કર્યું હતું. આ બીમારીમાં દર્દીને સતત ઑક્સીજન સપોર્ટની જરૂર રહેતી હોય છે.
4. દિવ્યાંગ પત્ની માટે બનાવી ઇલેક્ટ્રિક વ્હિલચેર બાઇક :જૈક નિલસનની ગર્લફ્રેન્ડ કૈમરી દિવ્યાંગ છે. તેને ફરવાનો બહુ શોખ હતો, પણ તે પોતાની ફિઝિકલ કન્ડિશનને લીધે એવું કરી શકતી હતી નહીં. પછી તેના બોયફ્રેન્ડ જૈક એક આઇડિયા આવે છે. તેણે ઇલેક્ટ્રિક બાઈક્સ વચ્ચે એક સીટ જોડી દીધી અને તેને વ્હીલચેર બાઇક બનાવી દે છે.
કેમરી માટે, તે એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. હવે તે તેના પર સવાર થઈને કેટલાય કિલોમીટર સરળતાથી ફરતી હતી. બાદમાં બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. તેણે આ બાઇકનું નામ ‘નોટ વ્હીલચેર’ રાખ્યું છે. વાસ્તવમાં આ બાઇક ખાસ દિવ્યાંગો માટે બનાવવામાં આવી છે અને તે વ્હીલચેર જેવી દેખાતી નથી. તેથી આ નામ પસંદ કરવામાં આવ્યું છે.