રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે,તેવામાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે.કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સરકાર પર આકરા પ્રહારો કરતા પ્રેસ કોન્ફરન્સ દ્વારા કહ્યું, વર્ષ ૨૦૧૫ માં શરૂ થયેલ પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલ કેસ પરત ખેંચવા અંગે વાત કરી હતી.
હાર્દિક પટેલના જણાવ્યા અનુસાર,જો ૨૩ માર્ચ સુધી કેસ પરત ખેંચવામાં ન આવે તો ફરી આંદોલન કરવામાં આવશે.હાર્દિક પટેલે એમ પણ કહ્યું, રાજ્યમાં ૪ થી ૫ હજાર યુવકો પર કેસ ચાલી રહ્યાં છે. સાથે એમ પણ કહ્યું કે, મારા સિવાયના તમામ કેસ પરત ખેંચવામાં આવે.કારણ કે,જે લોકો પર કેસ થયા છે તેઓ અત્યારે સરકારી નોકરી માટે અરજી નથી કરી શકતા.
જે લોકો પર કેસ થયા છે તેઓ અત્યારે ખોટી રીતે હેરાન થઈ રહ્યા છે,કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે,તેઓ ૬ માર્ચના રોજ શહીદો પરિવારને સાથે રાખી સંવાદ કાર્યક્રમ કરીશું.આ ઉપરાંત ૧૦ માર્ચથી પાટીદાર ધારાસભ્યો અને સાંસદ સભ્યોને ગુલાબ આપી આ અંગે રજૂઆત કરવામાં આવશે અને જો સમર્થન નહીં આપે તો તેમના ઘર આગળ ધારણા કરીશું એમ પણ જણાવ્યુ હતું.