વડોદરામાં બાઈક અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત, ત્રણ લોકોના કરૂણ મોત
વડોદરાથી અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરામાં ડમ્પરને બાઈક અથડાતા એક જ પરિવારના ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળ પર આ બાઈક પર સવાર પરિવાર મોતને ઘાટ ઉતર્યો હતો. પ્રાપ્ત માહિતી જાણકારી સામે આવી છે કે, વડોદરાના કરજણના નારેશ્વર પાલેઝ રોડ નજીક ડમ્પર ચાલક દ્વારા એક બાઈકને અડફેટમાં લેતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
આ ત્રણેય વ્યકિતની વાત કરીએ તો તે ભરૂચના જનોડ ગામેથી કરજણના વાસના ગામે પરત આવી રહ્યા હતા તે દરમિયાન તેમનો અકસ્માત થયો હતો.જ્યારે ડમ્પર અને બાઈક વચ્ચે થયેલા ભયંકર અકસ્માતમાં સરસ્વતી તાલુકાના રેચવી ગામના માતા અને પુત્રીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. પરંતુ વાહન ચલાવનાર ગંભીર ઈજા પહોંચી હતી જેના લીધે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પહોંચાતા જ તેનું પણ મોત થઈ ગયું હતું.
તેની સાથે તે પણ જાણવા મળ્યું છે કે, ડમ્પર રેતીથી ભરેલું હતું. જ્યારે તેમાં ઈશ્વરભાઈ માછી, તેમના પત્નિ ભીખીબેન અને પૌત્ર માનવનું સ્થળ પર જ મોત થયું હતું.આ અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો તેમની મદદ માટે દોડી આવ્યા હતા. ત્યાર બાદ સ્થાનિક લોકોએ પોલીસ અને108 ને જાણ કરી હતી. બનાવની જાણ થતા પોલીસ અને 108 તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી. જ્યારે પોલીસ દ્વારા સમગ્ર બાબતમાં અત્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.