BollywoodIndia

ના કોઈ ફિલ્મ કરે છે કે પછી નથી કોઈ જાહેરાત કરવાની તો પણ ધૂમ પૈસા કમાય છે રેખા

બૉલીવુડની પ્રખ્યાત અભિનેત્રી રેખા હમેશાં કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. બૉલીવુડમાં હિટ ફિલ્મો આપ્યા પછી પોતાના શાનદાર અભિનયને કારણને તેમને આજે પણ યાદ કરવામાં આવે છે. આજે પણ જ્યારે જ્યારે રેખા કેમેરા સામે આવે છે તો તેઓ ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. આમ તો રેખા ફિલ્મો અને જાહેરાતમાં એટલી બધી દેખાતી નથી. એવામાં બધાના મનમાં એક સવાલ જરૂર થાય કે આખરે ફિલ્મો વગર પણ તે પોતાના બધા ખર્ચ કેવીરીતે મેનેજ કરે છે. ચાલો આજે તમને જણાવી દઈએ અભિનેત્રી રેખાના ઇન્કમ સોર્સ વિષે.

રેખાની મુંબઈ અને દક્ષિણ ભારતમાં ઘણી મિલકતો છે. જે તેઓએ ભાડે આપેલ છે. રેખા આ ઘરો દ્વારા ઘણી કમાણી કરે છે. આ રકમ તેમના ખર્ચમાં ઘણી મદદ કરે છે. બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં રેખા જે બંગલામાં રહે છે તેની કિંમત કરોડોમાં છે. શાહરૂખ ખાન અને ફરહાન અખ્તર તેના પાડોશી છે.

અભિનેત્રી હોવા ઉપરાંત રેખા રાજકીય પૃષ્ઠભૂમિ સાથે પણ સંબંધ ધરાવે છે. રેખા રાજ્યસભાના સાંસદ છે. રાજ્યના સભ્ય હોવાને કારણે રેખાને દર મહિને 1 લાખની રકમ મળે છે એટલે કે વાર્ષિક 12 લાખની કમાણી થાય છે. તેમને બીજા ઘણા પ્રકારના ભથ્થા મળે છે.રેખા ભલે ઓછી ફિલ્મો કરતી હોય પણ જ્યારે પણ તે કોઈ ફિલ્મોમાં ગેસ્ટ તરીકે આવે છે તો તેની માટે પણ તે એક મોટી રકમ લેતી હોય છે. તે કોઈપણ ઉદ્દઘાટનમાં રિબિન કાપવા માટે પણ ઘણા પૈસા લેતા હોય છે.

એક ઇંટરવ્યૂમાં રેખાએ જણાવ્યું હતું કે તે પૈસા સમજી વિચારીને ખર્ચ કરે છે અને વધુ ને વધુ પૈસા બચાવવા પર ધ્યાન આપે છે. આ જ કરણ છે કે 80ના દશકમાં લાખોમાં પૈસા કમાવવાવાળી રેખાએ એટલી સેવિંગ્સ કરી લીધી છે હવે તે પૈસાનું ઇન્ટરેસ્ટ પણ લાખોમાં આવે છે.રેખા ફિલ્મો નથી કરતી પરંતુ કેટલીક જાહેરાતોમાં કામ કરે છે. જાહેરાતોના સમર્થન, હોર્ડિંગ્સ પરના ફોટા અને જો તેના નામનો ઉપયોગ કરવામાં આવે તો તે ચુકવણી તરીકે નિશ્ચિત રકમ લે છે. તમને જણાવી દઈએ કે, રેખા આ પહેલા બિહારની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચુકી છે.

બોલિવૂડ અભિનેત્રી રેખા ઘણીવાર નાના પડદા પર જોવા મળે છે. તે ઘણીવાર રિયાલિટી શોમાં રેખા પાસે જાય છે જ્યારે બાકીના સેલેબ્સ તેમની ફિલ્મોના પ્રમોશન માટે અહીં પહોંચે છે. પરંતુ જ્યારે રેખાને ગેસ્ટ શો તરીકે બોલાવવામાં આવે છે, ત્યારે તેને તેની ફી પણ ચૂકવવામાં આવે છે. જો તમે રેખાની બચત, રોકાણ અને પ્રોપર્ટીના મૂલ્યને ધ્યાનમાં લો, તો તેની નેટવર્થ $40 મિલિયન એટલે કે લગભગ રૂ. 25 બિલિયન છે.