રાજયમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે,આ દરમિયાન એક દિવસ અગાઉ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સરકારને ચીમકી આપી છે,જેઓએ કહ્યું કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલ કેસ પરત ખેંચવામાં આવે.વધુમાં જણાવતા કહ્યું, જો ૨૩ માર્ચ સુધી કેસ પરત ખેંચવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરીશું.
હાર્દિક પટેલના આ નિવેદન પર પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાએ સમર્થન આપ્યું છે.હાર્દિક પટેલ પાસ આંદોલન સાથે જોડાયેલ છે,અત્યારે તેઓ ભલે કોઈ રાજકીય પક્ષમાં હોય પરંતુ સમાજ માટે અમે સાથે રહી આ આંદોલન કરીશું.અલ્પેશ કથીરિયાએ જણાવ્યુ કે,સરકાર ઈચ્છે છે કે આ બાબતે આંદોલન થાય પછી પરિણામ આપીશું.
સાથે એમ પણ જણાવ્યુ કે સરકાર સામે અમે છેલ્લા દોઢ વર્ષથી શાંતિપૂર્ણ રજૂઆત કરી રહ્યા છે અને સામે સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવી રહ્યા છે.અત્યારે યુવાનોને વિદેશ જવું હોય તો પણ મુશ્કેલી પડી રહી છે સાથે સરકારી ભરતીમાં પણ અરજી કરી શકતા નથી માટે યુવાનો પર થયેલ કેસ પરત ખેંચવામાં આવે જેથી તેઓનું ભવિષ્ય ન બગડે.
વધુમાં જણાવતા કહ્યું,અમે આગામી દિવસોમાં સરકાર સામે ઉગ્ર આંદોલન કરીશું અને કેસ પરત ખેંચવા માંગણી કરીશું.આંદોલન કરવાથી ગુજરાતની સરકાર માને છે તેવું સાબિત થશે.આગામી દિવસોમાં બેઠક કરીને સરકાર સામે કઈ રીતે માંગ રાખવી તે અંગે પણ અમે નિર્ણય લઈશું.