આ ગામમાં નથી બનાવી શકાતો ઘરનો બીજો માળ, 700 વર્ષથી રહે છે ડરના વાતાવરણ વચ્ચે
આપણાં દેશમાં ઘણી અલગ અલગ પરંપરાઓ ચાલી આવી છે. ખાસ કરીને આપણાં દેશના ગામમાં ઘણી અલગ અલગ પ્રકારની પ્રથાઓ અને માન્યતાઓ છે. ભારતની ઘણી વસ્તી ગામમાં રહે છે. લગભગ એટલે કે કહેવામાં આવે છે કે ભારતની આત્મા ગામમાં વસે છે. અહિયાં બધા ગામની અલગ અલગ કહાની હોય છે. આજે અમે તમને એવા જ એક ગામની કહાની જણાવવા જઈ રહ્યા છે જ્યાં લોકો પોતાના ઘર પર બીજો માળ બનાવવાથી ડરે છે.
આ ગામ રાજસ્થાનના ચુરુ જિલ્લાના સરદારશહર તાલુકાનું ઉદસર ગામ છે. છેલ્લા 700 વર્ષથી અહીં કોઈએ બહુમાળી અથવા તો બે માળનું મકાન બનાવ્યું નથી. અહીંના લોકોનું કહેવું છે કે 700 વર્ષ પહેલા આ ગામમાં આવી ઘટના બની હતી, જેના કારણે આ ગામને ક્યારેય બીજા માળની ઈમારત ન બનાવવાનો શ્રાપ મળ્યો હતો. તેઓ કહે છે કે જે ઘરનો બીજો માળ બનાવશે, તેના પરિવારને નુકસાન થશે.
કહેવાય છે કે 700 વર્ષ પહેલા આ ગામમાં ભોમિયા નામની વ્યક્તિ રહેતી હતી. ભોમિયા એક ગાય ભક્ત હતા અને નજીકના અસપલસર ગામમાં તેમનું સાસરે ઘર હતું. એકવાર લૂંટારાઓ ભોમિયાના ગામમાં આવ્યા અને તેઓએ ગાયો ચોરવાનું શરૂ કર્યું. જેના પર ભોમિયાએ લૂંટારુઓ સાથે અથડામણ કરી હતી. આ દરમિયાન ભોમિયાને ગંભીર ઈજા થઈ હતી. જે બાદ ભોમિયા દોડતો દોડતો તેના સાસરિયાંના ઘરે પહોંચ્યો હતો અને બીજા માળે જઈને ત્યાં સંતાઈ ગયો હતો.
જ્યારે લુટારુ ત્યાં પહોંચે છે અને સસરાવાળા સાથે મારપીટ કરવા લાગે છે અને ભોમિયા વિષે જાણકારી માંગે છે. એ પર સસરાવાળાએ ભોમિયાની બીજા માળે સંતાયેલ હોવાની વાત તેમને જણાવી દીધી. પછી લુટારુએ તેમનું માથું ધડથી અલગ કરી દીધું, પણ ભોમિયો પોતાનું માથું હાથમાં લઈને તેમની સાથે લડતો રહે છે અને લડતા લડતા પોતાના ગામની સીમા પાસે પહોંચી જાય છે.
આ દરમિયાન ભોમિયાનો છોકરો પણ યુદ્ધમાં લડતા શહીદ થયો હતો. બાદમાં ખડસર ગામમાં ભોમિયાનું ધડ પડ્યું હતું. જ્યાં ભોમિયાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. દરમિયાન, ભોમિયાની પત્નીએ ગામમાં શ્રાપ આપ્યો કે આજથી કોઈ ઘરમાં બીજો માળ નહીં બાંધે. જે બીજા માળે બાંધશે, તેના પર આફત આવશે. પછી તેની પત્ની પોતે સતી થઈ ગઈ.
ગામના લોકોએ જણાવ્યું કે તે દિવસ પછી જેણે બે માળનું મકાન બનાવ્યું, તે ઘરની મહિલાનું મૃત્યુ થયું અને એકનો આખો પરિવાર નાશ પામ્યો. આ ડરના કારણે લોકો અહીં ક્યારેય બે માળનું મકાન નથી બનાવતા. આ ગામમાં શિક્ષિત લોકો પણ છે પરંતુ તેઓ પણ આ પરંપરાનું પાલન કરે છે. લોકો કહે છે કે તેઓ તેને અંધશ્રદ્ધા નથી માનતા. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા છે, જેને તેઓ તોડવા માંગતા નથી. જો કે, આ ઘટના માટે કોઈ ઐતિહાસિક પુરાવા નથી.