International

7 મિનિટમાં વિશ્વનો સૌથી અમીર વ્યક્તિ બની ગયો આ યુવક, એલોન મસ્કને પણ છોડી દીધો પાછળ

આ કમાલ કરી બતાવ્યું છે ઈંગ્લેન્ડમાં રહેવાવાળા 26 વર્ષના યુટ્યુબર મેક્સ ફોશએ. એટલું જ નહીં પણ તેણે એક અરબપતિ અને ટેસ્લાના સીઇઓ એલોન મસ્કને પણ પાછળ છોડી દીધો છે. તેમણે એલોન કરતાં બે ગણું નેટવર્થ સાથે બહુ પાછળ છોડી દીધા છે. આ આખી બાબતનો વિડીયો તેણે પોતાના યુટ્યુબ એકાઉન્ટ પર શેર કર્યો છે. અપલોડ થવાના અમુક જ મિનિટમાં આ વિડીયો વાઇરલ થયો હતો. લોકો આ વિડીયો જોઈને બહુ હેરાન છે તો ઘણા લોકો આ વ્યક્તિની સમજદારીના વખાણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મેક્સ ફોશના યુટ્યુબ પર છ લાખથી વધુ ફોલોઅર્સ છે. તેણે સાડા આઠ મિનિટનો વીડિયો બનાવ્યો છે. પોતાની ચેનલ પર વિડિયો અપલોડ કરીને મેક્સે જણાવ્યું કે કેવી રીતે તેણે એલોન મસ્કને પાછળ છોડી દીધો. વીડિયોમાં મેક્સે દાવો કર્યો છે કે તે લગભગ 7 મિનિટ સુધી દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ હતો.

વાસ્તવમાં, મેક્સ ફોશે અનલિમિટેડ મની લિમિટેડ નામની કંપની રજીસ્ટર કરી, જેના માટે તેણે 10 બિલિયન શેર નક્કી કર્યા. મેક્સે તેની કંપનીનો 1 શેર £50માં વેચ્યો, જે એક મહિલાએ ખરીદ્યો હતો. તેણે આ શેર વેચવા માટે રસ્તાના કિનારે ખુરશી-ટેબલ મૂકીને ઘણા લોકો સાથે વાત કરી, પછી એક મહિલા તેની કંપનીમાં રોકાણ કરવા તૈયાર થઈ ગઈ. એટલે કે આ રીતે તેમની કંપનીનું વેલ્યુએશન 500 બિલિયન પાઉન્ડ થઈ ગયું, પરંતુ આ ખુશી થોડીક ક્ષણો માટે જ હતી.

વિડીઓમાં તેણે કહ્યું કે, ‘બ્રિટેનમાં કંપની બનાવવી બહુ સરળ છે. કંપની હાઉસ નામથી કશું થાય છે, તમારે એક ફોરમ ભરવાનું હોય છે. તેણે મજકના મૂડમાં જણાવ્યું હતું કે તેણે પોતાના બિઝનેસ મર્ચન્ટનું નામ ‘અનલિમિટેડ મની લિમિટેડ’ જણાવ્યું. આગળ તે વિડીયોમાં જણાવે છે કે આ કંપનીમાં મેક્રોની, નૂડલસમ સોસેઝ અને તેની સાથે જોડાયેલ લોટની વસ્તુઓ બનાવશે.

મળતી માહિતી મુજબ, મેક્સ ફોશે એક શેરની વેચાણ કિંમત અનુસાર મૂલ્યાંકન કરવા માટે કંપનીના દસ્તાવેજો અધિકારીઓને મોકલ્યા હતા. સત્તાવાળાઓએ ટૂંક સમયમાં તેમને એક પત્ર મોકલ્યો જેમાં જણાવ્યું હતું કે એક શેરના વેચાણથી તેમની કંપનીનું મૂલ્ય £500 બિલિયન થયું છે.

જો કે, પત્રમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે તેમની કંપની આટલા મોટા વેલ્યુએશનને સમર્થન આપતી નથી, કારણ કે ન તો તેમની કંપનીની કોઈ આવક છે કે ન તો તે કોઈ પ્રોડક્ટ વેચી રહી છે. આવી સ્થિતિમાં તેમના પર છેતરપિંડીનો આરોપ લાગ્યો હતો. મેક્સ દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોને અત્યાર સુધીમાં 5.75 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

સામાન્ય રીતે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં નવી કંપનીની નોંધણી કરવામાં બે દિવસ લાગે છે, પરંતુ મેક્સની કંપની ‘અનલિમિટેડ મની લિમિટેડ’ અરજી કર્યાની મિનિટોમાં નોંધણી થઈ જાય છે. નોંધણીની ઝડપ અને તત્પરતાથી આશ્ચર્યચકિત થઈને, તે તેની કંપનીનું પ્રમાણપત્ર શેર કરે છે. આ રીતે તેમની કંપની અનલિમિટેડ મની લિમિટેડ એક સત્તાવાર કંપની બની જાય છે.

સત્તાવાળાઓ તરફથી પત્ર વાંચીને, મેક્સ ફોશ લગભગ 7 મિનિટ માટે ખુશ થઈ ગયા, કારણ કે તેમની કંપનીનું મૂલ્ય 500 બિલિયન પાઉન્ડ હતું, જે તેમને વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્ક કરતાં વધુ સમૃદ્ધ બનાવે છે. પરંતુ તરત જ, સત્તાવાળાઓએ કંપનીને છેતરપિંડી ગણાવીને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ મેક્સે તેની કંપનીમાં શેર ખરીદનાર મહિલા સાથે વાત કરી. મહિલાની પરવાનગી મળતા જ મેક્સ ફોશે કંપની બંધ કરી દીધી.