અદ્ભુતઃ સમુદ્રમાં 3000 મીટર નીચે ઇંટો નો રોડ મળ્યો, સંશોધકો પણ થયા આશ્ચર્ય, જુઓ વીડિયો
વિશ્વભરના વૈજ્ઞાનિકો પૃથ્વીની બહાર જીવનની શોધમાં વ્યસ્ત છે, પરંતુ આપણા ગ્રહ પર હજી ઘણું બધું શોધવાનું બાકી છે. ઉદાહરણ તરીકે સમુદ્ર લો. વૈજ્ઞાનિકો હજુ પણ દરિયામાં શોધ કરી રહ્યા છે અને ઘણા વિસ્તારોમાં પણ તેઓ પહોંચી શક્યા નથી. બર્મુડા ટ્રાયેન્ગલ જેવા ઘણા મુદ્દા છે, જેનું રહસ્ય હજુ ઉકેલવાનું બાકી છે. થોડા મહિના પહેલા ઈન્ટરનેટ પર સામે આવેલો એક વીડિયો એક નવા ‘રહસ્ય’ તરફ ઈશારો કરે છે. વૈજ્ઞાનિકોએ સમુદ્રની 3 હજાર મીટર નીચે જે જોયું તે આશ્ચર્યજનક હતું.
યુરલ ફેડરલ યુનિવર્સિટી અને જર્મનીની યુનિવર્સિટી ઓફ ટ્યુબિંગેનના સંશોધકોએ ઊંડા સમુદ્રના રસ્તા જેવું માળખું શોધી કાઢ્યું જે ઇંટોથી બનેલું હોય તેવું લાગે છે. આ વર્ષની શરૂઆતમાં નોટિલસ નામનું જહાજ આ વિસ્તારમાં પહોંચ્યું હતું. આ સ્થળ પ્રશાંત મહાસાગરમાં હવાઈ ટાપુઓની ઉત્તરે આવેલું છે.
આ દૃશ્ય ત્યારે સામે આવ્યું જ્યારે ઓશન એક્સપ્લોરેશન ટ્રસ્ટના સંશોધકો તેમના અભિયાન પર હતા. તેઓએ જોયું કે માળખું પાકા રસ્તા જેવું દેખાતું હતું. સંશોધકોએ તેને ‘યલો બ્રિક રોડ’ અને રોડ ટુ એટલાન્ટિસ તરીકે રજૂ કર્યો. જ્યારે આ શોધ કરવામાં આવી ત્યારે જહાજ હવાઈ ટાપુની નજીક પાપાહાનોમોકુકેઆ મરીન નેશનલ મોન્યુમેન્ટની આસપાસ શોધ કરી રહ્યું હતું.
1.5 મિલિયન ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ, PMNM એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તેમાં ઉત્તરપશ્ચિમ હવાઇયન ટાપુઓનો પણ સમાવેશ થાય છે. શોધ દરમિયાન, સંશોધકો તે રસ્તા જેવા માળખા સુધી પહોંચ્યા. જોકે આ રસ્તો નથી. તેમજ તેનો એલિયન્સ સાથે કોઈ સંબંધ નથી. સંશોધકોએ તેને પ્રાચીન સક્રિય જ્વાળામુખીના ભૂસ્તરશાસ્ત્રના ઉદાહરણ તરીકે ગણવામાં આવે છે. તેનો વિડિયો ખૂબ જ રસપ્રદ છે.