નાથદ્વારામાં આવેલ શ્રીનાથજી મંદિરની અદ્ભૂત કહાની
આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે નાથદ્વારામાં બિરાજમાન શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ શ્રીનાથજી વૈષ્ણવ ભક્તોને ખૂબ જ પ્રિય છે, અને કહેવામાં આવે છે કે જ્યારે કૃષ્ણ ભગવાન માત્ર સાત વર્ષના જ હતા. તે સમયનું તેમનું બાળ સ્વરૂપ નાથદ્વારામાં આવેલું છે અને આ મંદિર 1728 માં બાંધવામાં આવ્યું હતું અને આ મંદિરમાં ચાર ફૂટ ઊંચી શ્યામ રંગની શ્રીનાથજીની પ્રતિમા જોવા મળે છે.
પ્રતિમાની વાત કરીએ તો શ્રીનાથજી ભગવાન નો ડાબો હાથ ઉપરની તરફ છે જાણે કે તેઓ પોતાના ભક્તોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે અને જમણો હાથ તેમની કમર ઉપર જોવા મળે છે. આમ તેમના પર નવ વસ્તુઓ છે તેમાં અલગ અલગ બે ગાય, એક નાગ, એક ઘેટું, એક પોપટ, એક મુની, બે મુની એક સાપ, એક સિંહ અને બે મોર આમ અલગ અલગ પ્રકારની વસ્તુઓ તેમની આસપાસ જોવા મળે છે.
કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણ ભગવાન માત્ર સાત વર્ષના હતા તે ત્યારનું તેમનું બાળ સ્વરૂપ છે. આ મંદિર રાજસ્થાનમાં ઉદયપુરથી માત્ર 48 કિલોમીટર દૂર નાક દ્વારામાં છે અને વૈષ્ણવો અને વલ્લભ સંપ્રદાયના લોકો શ્રીનાથજીની પૂજા કરે છે અને વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજીએ આ પૂજાની શરૂઆત કરી હતી.
સૌપ્રથમ શ્રીનાથજી ભગવાનની પૂજા ગોવર્ધન પર્વત ઉપર થતી જોવા મળતી હતી, પરંતુ તેમને 1627 માં યમુના નદીના કિનારે લાવી દેવામાં આવ્યા અને મોગલ રાજા ઔરંગઝેબથી પ્રતિમાનું રક્ષણ કરવા માટે આ મૂર્તિને છ મહિના સુધી આગ્રામાં મૂકવામાં આવી હતી. અને આ મૂર્તિને કોઈ જ પ્રકારનું નુકસાન ન પહોંચે તેની માટે તેમને રથમાં લઈ જવામાં આવ્યા હતા, અને એ સમયે રથના પૈડા કાદવમાં ખુપી ગયા હતા અને રથ હલી શકતો ન હતો તે સમયે પૂજારીને અહેસાસ થઈ ગયો કે શ્રીનાથજી ભગવાને આ જગ્યાને પોતાની પ્રતિમા મૂકવા માટે પસંદ કરી છે. આમ મહારાણા રાજસિંહના હેઠળ આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.
શ્રીનાથજી ભગવાનના મંદિરમાં અઠવાડિયામાં મુખ્ય ત્રણ તહેવારો ઉજવવામાં આવે છે. અને દરરોજ આઠ વખત ભક્તો માટે દર્શન ખોલે છે, પૂજારીઓ દરરોજ શ્રીનાથજી ભગવાનની પૂજા અને અર્ચના તથા સેવા કરતા હોય છે. શ્રીનાથજીના મંદિરમાં તેમની આરતી અને તેમનો શૃંગાર મુખ્ય આકર્ષણ ગણવામાં આવે છે.