Gujarat

મોંઘમારીનો વધુ માર, સાબર ડેરીએ લુઝ ઘીના ભાવમાં કર્યો તોતિંગ વધારો

મોંઘવારીનો વધુ એક ફટકો જનતા પર પડવા જઈ રહ્યો છે. કેમ કે એક બાદ એક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં સત્ત્ત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ બાદ દૂધ-ઘીના ભાવ પણ લોકોને રોવડાવી રહ્યા છે. કેમ કે હવે દૂધ-તેલ બાદ હવે ઘીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેને જાણીને ગૃહણીઓનું ઘરનું બજેટ જરૂર બગડી શકે છે.

નોંધનીય છે કે, દૂઘના ભાવમાં વધારો કર્યા બાદ હવે સાબર ડેરી દ્વારા સામાન્ય માણસને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. સાબર ડેરી દ્વારા અમૂલ લુઝ ઘીમાં પ્રતિ એક કિલોએ 23 અને 15 કિલો ધીમાં 345 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સાબર ડેરી દ્વારા 11 દિવસમાં બીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે.

જ્યારે આજથી અમુલ લુઝ ઘીમાં ભાવ વધારો લાગું કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ એક કિલો લુઝ ઘીમાં રૂ 23 નો વધારો થયો છે, જ્યારે 15 કિલો ઘીમાં રૂ 345 નો ભાવ વધારો થયો છે. 15 કિલો ઘીનો ડબ્બાનો ભાવ રૂ.9450 અને એક કિલોના રૂ 630 થઈ ગયા છે. એક મહિનામાં બીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 11 દિવસ બાદ ફરી લુઝ ઘીના ભાવમાં વધારો કરાયો છે.