Ajab GajabIndia

દેશી જુગાડ વાળી ઈલેક્ટ્રીક બાઈકના ચાહક બન્યા આનંદ મહિન્દ્રા, તારીફ માં જે કહ્યું તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો

જાણીતા બિઝનેસમેન અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે, તે હંમેશા કંઈક ને કંઈક રસપ્રદ વીડિયો અને પોસ્ટ મૂકતા રહે છે. જેને યુઝર્સ પણ ખૂબ જ પસંદ કરે છે. જ્યારે પણ આનંદ મહિન્દ્રા ને સોશિયલ મીડિયા ઉપર કંઈક નવું જોવા મળે છે તે લગભગ તેને પોતાના ફ્રેન્ડ્સની સાથે શેર કરે છે અત્યાર સુધી તે ઘણા બધા લોકોના વિડીયો અને ફોટાને શેર કરી ચૂક્યા છે અને તેના વચ્ચે જ આનંદ મહિન્દ્રાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક વ્યક્તિએ દેશી જુગાડના માધ્યમથી એક ગાડી બનાવી છે અને તેમને આ વીડિયો શેર કરતા ગાડી બનાવનાર વ્યક્તિના ખૂબ જ વખાણ કર્યા છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ દેશી જુગાડ કરીને નવી બાઈક ચલાવે છે અને આ બાઈકમાં ડ્રાઇવર સીટ સહિત છ જ સીટ છે જે બે ટાયર થી ચાલી રહી છે યુવકે આ વીડિયોમાં એવું કહેતા દેખાય છે કે આ ગાડી 12000માં બનાવી છે અને તેને ચાર્જ કરવા માટે ₹10 નો જ ખર્ચો આવે છે અને એક વખત ચાર્જ કરવાથી લગભગ 150 કિલોમીટર સુધી ચાલે છે. જ્યારે આનંદ મહિન્દ્રા ની નજર આ વિડીયો ઉપર પડી ત્યારે તેમને પણ આ વીડિયોને ટ્વિટર ઉપર શેર કર્યો છે.

તેમને વીડિયો શેર કરતા જ લખ્યું છે કે “અમુક બદલાવની સાથે આ ગાડીને ગ્લોબલ લેવલ ઉપર કામમાં લાવી શકાય છે યુરોપના ભીડભાળ વાળા ટુરિસ્ટ સ્પોટ ઉપર ગાડીના ટુર બસની જેમ ઉપયોગમાં લઈ શકાય છે, હું હંમેશા ગ્રામીણ ક્ષેત્રમાં ટ્રાન્સપોર્ટ ના આવિષ્કારોને જોઈને હેરાન થઈ જવું છું.”

યુઝર્સએ પણ આ બાઈકના વખાણ કર્યા છે આમ તો આવું કંઈ પહેલી વાર નથી થયું જ્યારે આનંદ મહિન્દ્રાએ આ રીતે વીડિયો શેર કર્યો હોય તે હંમેશા કંઈક ને કંઈક આ પ્રકારના વિડીયો શેર કરતા રહે છે જેને યુઝર્સ પણ ખૂબ પસંદ કરે છે. આનંદ મહિન્દ્રા ને ટ્વીટર ઉપર લગભગ 10 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.

તે સિવાય તેવો ટ્વીટર પર હંમેશા પોતાના યુઝર્સના સવાલોના જવાબ પણ આપે છે, છેલ્લા દિવસોમાં જ આનંદ મહિન્દ્રાએ દિલ્હીના એક દુકાનદાર ની કહાની સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી, જે મેટ્રો પુલના નીચે ગરીબ બાળકોને ભણાવે છે. તે સિવાય તેમને 19 વર્ષના પ્રદીપ મહેરા નો વિડીયો પણ શેર કર્યો હતો જેની દોડના દિવાના આખો દેશ થઈ ગયો હતો.