Astrology

નવા વર્ષમાં ખરીદો આ પાંચ વસ્તુ, સંપૂર્ણ વર્ષ રહેશે માતા લક્ષ્મીની કૃપા અને ભરાશે તમારી તિજોરી

નવું વર્ષ શરૂ થવામાં હવે થોડાક જ દિવસ બાકી છે એવા દરેક વ્યક્તિ ઈચ્છે છે કે વર્ષ 2023 તેમના માટે ઘણી બધી ખુશી સૌભાગ્ય અને સમૃદ્ધિ લઈને આવે. એવામાં તમે અમુક વસ્તુની ટીપ્સ અપનાવીને આવનાર ભવિષ્યને સારું બનાવી શકો છો. તેની માટે તમારે નવા વર્ષમાં પહેલા દિવસે અમુક ખાસ વસ્તુ ખરીદવી પડશે. જો તમે આમ કરો છો તો તમારી કિસ્મત ખુલી જશે અને સંપૂર્ણ વર્ષ તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહેશે.

ધાતુનો કાચબો:વાસ્તુશાસ્ત્રમાં કાચબાને સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવ્યું છે. અને તે માતા લક્ષ્મી અને લક્ષ્મીનારાયણને પણ ખૂબ પ્રિય છે, તેથી જ જો તમે વર્ષના પહેલા દિવસે ધાતુથી બનેલો કાચબો ખરીદીને લાવો છો, અને તમારા ઘરમાં મૂકો છો તો સંપૂર્ણ વરસ તમારા ઘરમાં બરકત રહેશે અને તમારા દરેક અટકેલા કામ પૂર્ણ થઈ જશે. તમને ખૂબ જ ધનલાભ થશે તમે પિત્તળ ચાંદી અથવા કાંસાથી બનેલ કાચબા ને ખરીદી શકો છો.

મોતી શંખ :વાસ્તુશાસ્ત્રમાં મોતી શંખને પણ ખૂબ શુભ માનવામાં આવ્યું છે તેને તમે એક જાન્યુઆરીએ ખરીદો. તેને તમે તમારા પૂજા સ્થળમાં મૂકી શકો છો. આમ તેને તમારા ઘરમાં લાવવાથી રૂપિયાની કોઈ જ સમસ્યા આવશે નહીં અને ધન કમાવાના બીજા નવા અવસર મળશે. નોકરીમાં તરક્કી તથા બિઝનેસમાં લાભ થશે તમે વ્યાપાર સ્થળ ઉપર પણ મૂકી શકો છો. તેનાથી તમારો ધન ભંડાર વર્ષો વરસ ભરેલો રહેશે.

નાનું નારિયેળ:વાસ્તુશાસ્ત્ર અને હિન્દુ ધર્મ બંને જગ્યાએ ખૂબ જ શુભ માનવામાં આવે છે, અને તેને આપણે શ્રીફળ ના નામથી જાણીએ છીએ તેનો ઉપયોગ દરેક વ્યક્તિ પૂજા પાઠ અને શુભકામ માટે કરતા હોય છે, આમ પહેલી જાન્યુઆરીએ તમારા ઘરમાં નાના સાઇઝનું નારિયેળ લાવવું જોઈએ. અને આ નારિયેળ સૂકું હોય કે ભીનું બંને જ માતા લક્ષ્મીનું પ્રતિક હોય છે, તેથી તેને ખરીદીને તમારી તિજોરીમાં મૂકો સંપૂર્ણ વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા થતી રહેશે.

તુલસી નો છોડ:ઘરમાં તુલસીનો છોડ જરૂરથી હોવો જોઈએ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેને ખરીદવા માટે પહેલી જાન્યુઆરીનો દિવસ ખૂબ જ શુભ હોય છે. તેનાથી ઘરમાં ખુશહાલી અને સમૃદ્ધિ આવે છે પરંતુ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તુલસીનો છોડ લાવ્યા બાદ સવારે અને સાંજે પૂજા પાઠ જરૂરથી કરવું જોઈએ, અને તેની પાસે અગરબત્તી અને ઘીનો દીવો કરવો જોઈએ ત્યારે જ તેમને તેનો સંપૂર્ણ લાભ મળશે.

મોર પંખ:મોર પંખ ભગવાન શ્રીકૃષ્ણની ખૂબ જ પ્રિય હોય છે, અને શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના માનવ અવતાર છે. માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે,આ રીતે જો તમે ઘરમાં મોર પંખ મુકશો તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે,અને તમારા ઘરમાં વધુ સમય સુધી વાસ કરે છે.તમે આ મોર પંખ ક્યારેય પણ ખરીદી શકો છો પરંતુ તેને વર્ષના પહેલા દિવસે ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.