AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદના એક મકાનમાં આગ લાગતા પતિ-પત્ની અને બાળકનું કરૂણ મોત

અમદાવાદમાં આગની ઘટના અટકવાનું નામ લઇ રહી નથી. કે મકે થોડા દિવસ પહેલા નારણપુરામાં આવેલી મોદી આઈ કેર હોસ્પિટલમાં મોડી રાત્રીના આગ લાગતા પતિ-પત્નીનુ મોત નીપજ્યું હતું. જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક મકાનમાં લાગેલી આગમાં સંપૂર્ણ પરિવાર હોમાય ગયો હોવાનું સામે આવ્યું છે. આ આગમાં પતિ-પત્ની અને બાળકનું કરૂણ મોત નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના શાહપુર વિસ્તારના એક રહેણાક મકાનમાં એકાએક આગ લાગી હતી. આ આગમાં પરિવારના ત્રણ લોકોના ભડથુ થઈ ગયું હતું. પરિવારના બાળક અને પતિ પત્નીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે.

શાહપુર દરવાજા નજીક આવેલા ન્યુ એચ કોલોનીમાં આવેલા એક મકાનમાં આગ લાગી હતી. વહેલી સવારના આગ લાગી હોવાની જાણકારી સામે આવી છે તેમ છતાં આ આગ કેવી રીતે લાગી તેની કોઈ જાણકારી સામે આવી નથી. ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, બે દિવસ અગાઉ મોદી કેર હોસ્પિટલમા આગ લાગી હતી, જેમાં પતિ-પત્નીના બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે તેમનો મૃતદેહ હોસ્પિટલની સીડી પરથી મળી આવ્યો હતો.