સુરતની યુવતીએ નાઇઝિરિયન યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી બનાવ્યો સંબંધ, અને પછી ગુમાવ્યા અધધધ રૂપિયા
સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર સંબંધ બનાવવા યુવકને ભારે પડ્યા છે. કેમ કે સુરતની એક યુવતીને એક નાઇઝિરિયન યુવક દ્વારા છેતરવામાં આવી હોવાની બાબત સામે આવી છે. સુરત સાયબર ક્રાઇમમાં આ ઘટના બાબતમાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને આરોપીની ધરપકડ પણ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે.
સુરતની યુવતી દ્વારા નાઇઝિરિયન યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરવામાં આવ્યો હતો. નાઇઝિરિયન યુવકની વાત કરીએ તો તે વેબસાઇટ ડેવલપરનો અભ્યાસ કરવા માટેત તે દિલ્હી આવ્યો હતો. તે દરમિયાન દિલ્હીથી સુરતની જ્યોતિ સાથે તેનો સંપર્ક થયો હતો. થોડા દિવસ સંપર્કમાં રહ્યા બાદ તેની સાથે લગ્ન કરવા સુધીની વાત પણ તેને કરી હતી. નાઇઝિરિયન યુવક દ્વારા તેને એક ગિફ્ટ પણ મોકલવામાં આવી હતી અને તેને લેવા માટે યુવતીએ રૂપિયા ચૂકવવા પડશે તેવી વાત પણ કરી હતી. આ રીતે નાઇઝિરિયન યુવક દ્વારા ષડયંત્ર રચીને રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, દિલ્હી ઇમિગ્રેશનમાંથી પ્રિયા નામથી ફોન કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા એરપોર્ટ કર્મચારી તરીકે ઓળખ આપવામાં આવી હતી. સુરતની યુવતીને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે, ગિફ્ટ આવી છે તેને છોડાવવા માટે પાઉન્ડને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરવા પડશે અને તે કારણોસર તમારે તેનો ચાર્જ ચૂકવવો પડશે. ત્યારબાદ જ તમને આ ગિફ્ટ મળી શકશે.
સુરતની યુવતી દ્વારા નાઈઝિરિયન યુવક દ્વારા મોકલવામાં આવેલ ગિફ્ટને છોડાવવા માટે તારીખ 1 મેથી 12 ઓગસ્ટ, 2022 સુધીમાં 57.39 લાખ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. યુવતી દ્વારા અલગ અલગ બે એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલાને જાણવા મળ્યું કે, તેની સાથે છેતરપિંડી કરવામાં આવી આવી છે. આ કારણોસર મહિલા દ્વારા સાયબર ક્રાઇમમાં આ બાબતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
સાયબર પોલીસ દ્વારા આ સમગ્ર બાબતમાં તપાસ કરીને દિલ્હીથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. નોધનીય છે કે, આરોપી દ્વારા ભૂતકાળમાં પણ કોઈ ગુનો આચર્યો નથી તે બાબતમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે સુરત પોલીસ દ્વારા આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે.