દુબઈમાં ખુલી વિશ્વની પહેલી સુપરમોડેલ રોબોટ કેફે, જ્યાં રોબોટ સુપરમોડલ પીરસશે ભોજન, જુઓ…
દુબઈમાં પહેલું સુપરમોડેલ રોબોટ કાફે 2023માં શરૂ થવાનું છે. જેનું નામ “Donna Cyber Café” છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્નોલોજીએ ઘણી પ્રગતિ કરી છે. વળી આ પહેલીવાર નથી કે જ્યારે રોબોટે મનુષ્યનું સ્થાન લીધું હોય.
આજકાલ રોબોટ્સ ફેક્ટરીઓ અને હોટલોમાં પણ તેમની સેવાઓ આપવા લાગ્યા છે, પણ સુપરમોડેલ રોબોટનો કોન્સેપ્ટ દુબઈમાં પહેલીવાર શરૂ થયો છે, જ્યાં સુંદર અને આકર્ષક રોબોટ સુપરમોડેલ તમારી સામે ફૂડ રજૂ કરશે અને આજે આપણે જાણીશું કે આ ક્યાં અને ક્યારે ખુલશે, તો ચાલો મિત્રો જાણીએ આગળની જાણકારી…
દુબઈમાં ટૂંક સમયમાં “Donna Cyber Café” નામનું કાફે શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં હવેથી કોઈ માનવ કર્મચારી નહીં પણ ફક્ત સુપર મોડલ રોબોટ કર્મચારીઓ રહેવાના છે. બીજું કે, તમે તેને જોઈને જાણી શકશો નહીં કે તે રોબોટ છે કે માણસ.
આ કેફે 2023માં શરૂ થવાનું છે, પણ ભવિષ્યમાં યુએઈમાં આવા વધુ કેફે શરૂ થશે. જ્યાં રોબોટ્સને વધુ મહત્વ આપવામાં આવશે. મેકર્સે જણાવ્યું કે આ સુપરમોડલ રોબોટ્સ રશિયાથી આયાત કરવામાં આવશે. આ સુપરમોડલ્સનું નામ Robo-C2 હશે. જે રોબોટિક્સ કંપની RDI રોબોટિક્સ દ્વારા બનાવવામાં આવશે. આ સુપરમોડેલ્સને વધુ રસપ્રદ બનાવવા માટે, તેઓ એવી સુવિધાઓથી સજ્જ હશે જે ગ્રાહકો સાથે વાર્તાલાપ કરશે અને તેમનું મનોરંજન કરશે.”