Gujarat

ટ્યુશન કલાસીસમાં 13 વર્ષની સગીરાને વહેલું પહોંચવું ભારે પડ્યું

રાજ્યમાં સતત શારીરિક સતામણીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. શિક્ષણ સંસ્થાઓમાં પણ સગીરા દ્વારા સાથે શારીરિક અડપલા કરવામાં આવી હોવાની અનેક ઘટના સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત વડોદરાથી સામે આવી છે. વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ ચલાવનાર વૃદ્ધ શિક્ષક દ્વારા 13 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર બાબતમાં વારસીયા પોલીસ દ્વારા આ શિક્ષકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા પ્રાર્થના ફ્લેટમાં રહેનાર 61 વર્ષીય શિક્ષક નામ ઉદય મોહનરાવ ભાલેરાવ છે. તે છેલ્લા ઘણા સમયથી ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યા છે. તેમના આ ટ્યુશન ક્લાસીસમાં ઘણા વિદ્યાર્થીઓ આવે છે. પરંતુ બે વર્ષ અગાઉ 13 વર્ષની સગીરા ટ્યુશન ક્લાસીસમાં વહેલા આવી હતી. તે સમયે સગીરા અને લંપટ શિક્ષક ઉદય એકલા જ રહેલા હતા. તેના લીધે શિક્ષક દ્વારા આ તકનો લાભ ઉઠાવવામાં આવ્યો હતો. ઉદય સગીરાને રૂમમાં લઈ જઈને તેની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા. તેના લીધે સગીરા ત્યાથી ભયભીત થઈને નાસી ગઈ અને પોતાના ઘરે ચાલી ગઈ હતી.

ત્યાર બાદ સગીરા દ્વારા સમગ્ર બનાવની વાસ્તવિકતા માતા અને દાદીને જણાવી હતી. તે અંતર્ગત પરિવાર દ્વારા લંપટ શિક્ષક સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જાતીય સતામણીની ફરિયાદ નોંધાવતા વારસીયા પોલીસ દ્વારા લંપટ શિક્ષક ઉદય મોહનરાવ ભાલેરાવ વિરૂદ્ધ આઈ. પી. સી 354 એ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને ધરપકડ કરી લીધી છે. જ્યારે આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.