જો ભગવાનની ભોજન અર્પણ કરતી વખતે કરશો આ ભૂલ, તો ક્યારેય પણ નહીં મળે શુભ ફળ
હિન્દુ ધર્મમાં ઈશ્વરને સૌથી ઉપર માનવામાં આવે છે. પ્રત્યેક દિવસ ભગવાનની સમર્પિત હોય છે. રોજ પૂજા-પાઠ કરવાનું વિશેષ મહત્વ પણ દર્શાવવામાં આવ્યું છે. ભગવાનની પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ આજે જાણીશું. જે રીતે ભગવાનની પ્રતિમા કઈ દિશામાં રાખવી અને પૂજા કરતી વખતે કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ. પૂજા સાથે અમુક નિયમોનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય છે. ભગવાનની ભોજન અર્પણ કરતી વખતે કોઈ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ માટે આજે અમે તમને ભગવાનને ભોજન અર્પણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જણાવીશું.
ભોજન અર્પણ કરવા માટેનું પાત્ર :- ભગવાનની ભોજન અર્પણ કરવામાં આવતા પાત્રનું પણ વિશેષ ધ્યાન રાખવું પડે છે. ભોજન અર્પણ કરતી વખતે પ્રસાદમાં રાખેલી વસ્તુ જમીન પર પડવી જોઈએ નહીં. ભગવાનને પિત્તળ, માટી, ચાંદી અથવા તો સોનાના વાસણમાં પ્રસાદ અર્પણ કરવો જોઈએ. આ બધા પાત્રને પ્રસાદ માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે.
પૂજન કઈ વસ્તુથી બનેલું હોવું જોઈએ :-ભગવાનને અર્પણ કરવામાં આવતું ભોજન કઈ વસ્તુથી બન્યું છે, એના પર ધ્યાન આપવું પણ મહત્વનું છે. ભગવાનને ભોજનમાં તીખી વસ્તુઓ ભૂલથી પણ અર્પણ કરવી જોઈએ નહીં. મરચું, મીઠું અને મસાલા વાળી વસ્તુઓ ક્યારેય પણ ભોજનમાં અર્પણ કરવી નહીં. લસણ અને ડુંગળીને પણ પ્રસાદના સામાનથી દૂર રાખવી ભગવાનને ફળ, મીઠાઈ અને સાત્વિક વસ્તુઓનો જ પ્રસાદ ધરાવવો જોઈએ.
પ્રસાદ માટેની ધ્યાનમાં રાખવાની બાબત :-ભગવાનને પ્રસાદ અર્પણ કર્યા બાદ વધેલો પ્રસાદ હટાવી લેવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું ન કરવાથી ભગવાન નારાજ થઈ જાય છે. પૂજા પૂરી થયા બાદ પ્રસાદને હટાવી દેવો જોઈએ. કારણ કે આવું ન કરવાથી દુર્ભાગ્ય શરૂ થાય છે અને ઘરમાં નકારાત્મકતા આવે છે.
ભગવાનનો પ્રસાદ વહેંચવો જોઈએ :- ભગવાનનું પ્રસાદ ભોગ લગાવ્યા બાદ મંદિરથી હટાવી દેવું જોઈએ. પૂજા પૂરી થયા બાદ પ્રસાદને ઘરમાં સભ્યોમાં વહેંચવો જોઈએ. પ્રસાદનો એક પણ દાણો બગડવો જોઈએ નહીં, એનું અપમાન થવું જોઈએ નહીં, ભગવાનનો પ્રસાદ વહેંચવાથી સારું ફળ પ્રાપ્ત થાય છે.
પ્રસાદ સાથે જળ રાખવાનું ભૂલવું નહીં :- ભગવાનની પ્રસાદ અર્પણ કરતી વખતે બીજા પાત્રમાં જળ પણ રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, જે રીતે ભોજન બાદ પાણી પીવાની જરૂર હોય છે, એ જ રીતે ભગવાનને પણ પ્રસાદ સાથે જરૂરથી જળ ચઢાવવુ જોઈએ. પ્રસાદ હટાવતી વખતે જળને પણ હટાવી દેવું જોઈએ.