Gujarat

ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીએ કર્યું એવું કામ તેને જાણીને તમે પણ કરવા લાગશો તેમના વખાણ..

ગુજરાતના સોનુ સૂદ તરીકે જાણીતા ખજૂરભાઈ કોઈના કોઈ કારણોસર ચર્ચામાં બન્યા રહે છે. કેમ કે તેમના દ્વારા કરવામાં લોકો માટે કરવામાં આવી રહેલી સેવાઓ આપણે બધા જાણીએ જ છીએ. જ્યારે ખજુરભાઈ છેલ્લા ઘણા મહિનાઓથી દુખીયાઓના મોઢા પર સ્મિત લાવવાનું કામ કરતા રહે છે. અને આપણે બધા જાણીએ જ છીએ કે, ગુજરાતમાં ખજૂરભાઈ તેમના ઉદરાતાભર્યા કામોને લઈને ચર્ચામાં બન્યા રહે છે. ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરતા અને યૂટ્યુબ પર તે પ્રખ્યાત ચેહરામાંથી એક રહેલ છે.

આવી જ એક બાબત આજે અમે તમારા સામે લઈને આવ્યા છે. તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી જરૂરિયાતમંદ પરિવારોને નવા ઘર બનાવી આપી રહ્યા છે અને અત્યાર સુધીમાં અંદાજિત ૨૩૦ જેટલા ઘરો તેમને બનાવ્યા છે. એવામાં બારડોલીથી વ્યારા વચ્ચે આવેલા ટીચકપુરા ગામમાં એક માતા તેની ૩૨ વર્ષની દીકરી નીલમબેન સાથે વસવાટ કરે છે.

તેઓના ઘરની પરિસ્થતિ એવી છે કે તેમના માતા સંપૂર્ણ દિવસ કામ પર જાય છે અને મજૂરીકામ કરે છે. નીલમબેનની એવી સ્થિતિ છે કે, તેઓ સમગ્ર દિવસ પથારીવશ જ રહે છે અને આવી રીતે તે દિવસો ગુજારે છે.જ્યારે નીલમબેનથી ઉભું પણ થઈ શકાતું નથી એટલે તેઓ સૂઈને જ રહે છે અને તેમના રહેવા માટે એક ઘર રહેલું હતું પરંતુ તેનું છાપરું બરાબર નહોતું. તો આ જાણકારી ખજુરભાઈને મળી તો ખજુરભાઈ આ પરિવારની વહારે આવી ગયા હતા.

તેમના ઘરની પરિસ્થિતિ જાણીને તેમના દ્વારા તરત જ નક્કી કરી લેવામાં આવ્યું કે, તેઓ આ પરિવારની તમામ જવાબદારી ઉપાડશે. તેઓએ આ પરિવારને નવું ઘર બનાવી આપ્યું અને સાત દિવસની મહેનત બાદ લાખો રૂપિયાના ખર્ચા પછી ખજુરભાઈએ આ પરિવારને નવું ઘર બનાવી આપ્યું હતું. તેની સાથે ઘરની અંદર બધો નવો સામાન લાવી આપ્યો હતો. તેના લીધે સંપૂર્ણ પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી.