Plane auction: કંપનીએ વેરો ન ભરતા પાલિકા દ્વારા કરાશે કડક કાર્યવાહી, ગુજરાતમાં પ્રથમવાર પ્લેનની હરાજી,
Plane auction
ગુજરાતમાં પ્રથમ વાર પ્લેનની હરાજી થશે. મહેસાણા નગરપાલિકા વેરો નહી ભરનાર પ્લેનની હરાજી કરીને વેરાની વસુલાત કરશે. અમદાવાદ એવીએશન એન્ડ એરોનોટિક્સ કંપની ( AAA ) એ વેરો ન ભરતા પાલિકાએ કડકાઈ દાખવી છે. કંપનીના સીલ કરાયેલા ચાર્ટર પ્લેન સહિતના વાહન અને સામાન્ય હરાજી કરવામાં આવશે. એવિએશન કંપનીએ 7.58 કરોડનો બાકી વેરો ન ભરતા પાલીતાએ આ કાર્યવાહી હાથ ધરી છે.
એરોડ્રામમાં થોડા વર્ષ અગાઉ એવીએશન કંપની દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. આ મામલો કોર્ટમાં જતા કંપનીએ સમાધાન માટે ચેક આપ્યા હતા, પરંતુ તે ચેક પણ રિટર્ન થતા એવીએશન કંપની કેસ હારી ગઈ હતી બાદમાં કોર્ટે કંપનીના સંચાલકને એક વર્ષની સજા ફટકારી હતી અને બે મહિનામાં પૈસા ભરવા માટેનો આદેશ આપ્યો હતો, તો બીજી તરફ ડબ્લ્યુ રે એવીએશન કંપનીનો પણ બે કરોડનો વેરો બાકી છે. આ કંપનીને સરકારની કોઈ સૂચના વગર મહેસાણા એરડ્રામ પરની જગ્યા પાઇલોટ ટ્રેનિંગ માટે આપી દીધી હતી.
2018માં નગરપાલિકાએ આ કંપનીને સીલ કરીને હરાજીનો પ્રયત્ન કર્યો હતો, પણ આ મિલકત ખરીદનાર કોઈ ન મળતા હરાજી રદ કરવામાં આવી હતી. મહત્વનું એ છે કે એવીએશન કંપનીનો બાકી વેરો 7 કરોડ 58 લાખથી વધુ છે જેથી પાલિકાએ ફરીથી આ નિર્ણય લીધો છે.
ગુજરાતમાં પ્રથમવાર પ્લેનની હરાજી થશે તમને જણાવી દઈએ કે, મહેસાણા નગરપાલિકા દ્વારા એક બે નહીં પરંતુ કુલ ચાર ચાર્ટડ પ્લેનની જાહેર હરાજી કરવામાં આવશે આ પહેલા ત્રણ વ્યક્તિઓએ આ હરાજીમાં પ્લેન સહિતનો સામાન ખરીદવા માટે ડિપોઝિટ પણ ભરી હતી, પરંતુ મહેસાણા નગરપાલિકા દ્વારા પાલિકાની વેરા ની રકમ જે લેવાની નીકળતી હતી તે રકમ ખાનગી કંપની દ્વારા ભરવામાં ન આવતા પ્લેનની હરાજી કરવામાં આવશે.