StoryIndia

Pan-Aadhaar linking : આ રીતે એક SMS દ્વારા જાણો કે તમારું PAN આધાર સાથે લિંક છે કે નહીં, લિંક નહી હોય તો 1000 રૂપિયા દંડ ભરવા તૈયાર રહેજો

Pan-Aadhaar linking

જો તમે હજુ સુધી તમારા Pan card (પાન કાર્ડ) અને આધાર નંબરને લિંક નથી કરાવ્યા તો તરત જ કરાવી લો. આધાર નંબરને PAN સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. જો તમે તેને 31 માર્ચ સુધીમાં લિંક કરશો તો તમે ઘણી સમસ્યાઓથી બચી જશો. નહિંતર, જો તમે તેને લિંક નહીં કરો તો તમારું PAN નિષ્ક્રિય થઈ જશે. આવકવેરા વિભાગે PAN ને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આજના સમયમાં બેંકથી લઈને સરકારી સબસિડી સુધી દરેક જગ્યાએ પાન કાર્ડની જરૂર છે.

સરકાર અને આવકવેરા વિભાગની સલાહ મુજબ, PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જે લોકો આવકવેરા કાયદા હેઠળ મુક્તિ શ્રેણીમાં આવતા નથી, તો તમારે તમારા PAN ને આધાર સાથે લિંક કરવું પડશે. 31 માર્ચ, 2023 પહેલા તમારો પરમેનન્ટ એકાઉન્ટ નંબર આધાર સાથે લિંક કરો. અન્યથા અનલિંક કરેલ PAN 1લી એપ્રિલ 2023 થી કામ કરશે નહીં. તમે બેંકમાં વધુ રકમ જમા કરાવવા, ઉપાડવા, LIC ખરીદવા વગેરે જેવા કોઈપણ કામ કરી શકશો નહીં. આ બધા કામોમાં તમારે પાન કાર્ડની જરૂર પડશે.

આધારને SMS દ્વારા PAN સાથે આ રીતે લિંક કરી શકાય છે:

1. પ્રથમ તમારા મોબાઈલમાંથી UIDPAN (સ્પેસ) 12 અંકનો આધાર નંબર (સ્પેસ) PAN નંબર લખો

2 .તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 567678 અથવા 56161 પર SMS મોકલો.

૩. તમને PAN સાથે આધાર લિંક કરવા માટે કન્ફર્મેશન મેસેજ મળશે.

૪.પછી 567678 અથવા 56161 પર મોકલો.

5: થોડો સમય રાહ જુઓ. જો તમારું આધાર PAN સાથે લિંક છે, તો તમને એક સંદેશ મળશે કે તમારું PAN આધાર સાથે લિંક છે. સેવા તરફથી પ્રતિસાદની રાહ જુઓ.