GujaratIndia

મોટી રાહત! CNG અને PNG ગેસના ભાવ ઘટશે,સરકારની આ નવી ફોર્મ્યુલાથી ભાવમાં આટલો ઘટાડો થઇ શકે

મોંઘવારીનો સામનો કરી રહેલી સામાન્ય જનતાને ગેસ (GAS)ના મામલે મોટી રાહત મળી શકે છે. સરકારે કિંમતોને નિયંત્રિત કરવા માટે એક નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે, જેના કારણે સીએનજી (CNG) અને પીએનજી (PNG) ના ભાવ ટૂંક સમયમાં 10 ટકા સુધી નીચે આવી શકે છે. PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુરુવારે આ સંદર્ભે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેબિનેટે એપીએમ ગેસ માટે $4 પ્રતિ mmBtu ની મૂળ કિંમત અને $6.5 પ્રતિ mmBtuની ટોચમર્યાદા કિંમતને મંજૂરી આપી છે. મંત્રીએ કહ્યું કે આ કેપ બે વર્ષ માટે હશે અને ત્યારબાદ દર વર્ષે MMBtu દીઠ $0.25નો વધારો કરવામાં આવશે. કિરીટ પરીખની આગેવાની હેઠળની સમિતિની ભલામણોના આધારે ગેસના ભાવની ફોર્મ્યુલામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

કેબિનેટ બેઠકના નિર્ણયો વિશે માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે(Anurag Thakur) જણાવ્યું હતું કે સરકારે સ્થાનિક કુદરતી ગેસના ભાવ નિર્ધારણ માટે નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે. આ સાથે સીએનજી અને પાઈપવાળા રાંધણગેસના ભાવની ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદા 2 વર્ષ માટે લાગુ રહેશે. ઠાકુરે માહિતી આપી હતી કે કેબિનેટે APM ગેસ માટે $4 પ્રતિ mmBtu ની મૂળ કિંમતને મંજૂરી આપી છે. આ સાથે, મહત્તમ કિંમત $6.5 પ્રતિ mmbtu રાખવા પર મહોર લગાવવામાં આવી છે.

આ નિર્ણય બાદ દિલ્હીમાં CNGની કિંમત 79.56 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 73.59 રૂપિયા અને PNGની કિંમત 53.59 રૂપિયા પ્રતિ હજાર ક્યુબિક મીટરથી ઘટીને 47.59 રૂપિયા થઈ જશે. મુંબઈમાં CNG 87 રૂપિયાને બદલે 79 રૂપિયા અને PNG 54 રૂપિયાને બદલે 49 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થશે.

માહિતી આપતાં ઠાકુરે કહ્યું કે નવા ફોર્મ્યુલા હેઠળ હવે સ્થાનિક કુદરતી ગેસની કિંમત આંતરરાષ્ટ્રીય હબ ગેસને બદલે આયાતી ક્રૂડ સાથે જોડવામાં આવશે. સ્થાનિક ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક ભાવની માસિક સરેરાશના 10 ટકા હશે. આ અંગે દર મહિને જાણ કરવામાં આવશે. તેનાથી પીએનજી, સીએનજી, ફર્ટિલાઈઝર પ્લાન્ટ વગેરેને ફાયદો થશે. જેના કારણે સામાન્ય સ્થાનિક ગ્રાહકથી લઈને ખેડૂતો અને વાહનચાલકોને સીધો ફાયદો થશે. ભારતીય બાસ્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમત હાલમાં પ્રતિ બેરલ US$85 છે અને આના 10% US$8.5 છે. જોકે, પ્રાઇસ કેપને કારણે, ONGC અને Oil India Limitedને APM ગેસ માટે માત્ર $6.5 પ્રતિ mmBtu ભાવ મળશે.

આ પણ વાંચો: ભાવનગર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે આવ્યા મોટા સમાચાર, ગુજરાતી અભિનેતા નીકળ્યો આરોપી….

આ પણ વાંચો: ચાર દિવસની શોધખોળ બાદ ગુજરાતના વીર જવાનનો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ

આ પણ વાંચો: હવામાનની આગાહી ગુજરાતમાં આગામી ચાર દિવસ રહેશે ભારે, આ શહેરોમાં વરસશે કમોસમી વરસાદ