GujaratAhmedabad

ગીતા રબારીના ડાયરામાં ઉડયા એટલા રૂપિયા કે જોતજોતામાં જ સર્જાયા આવા દ્રશ્યો

આપણે ત્યાં ડાયરા પ્રોગ્રામમાં ડાયરા કલાકાર પર નોટોનો વરસાદ થવો એ હવે જાણે રિવાજ બની ગયો છે. ત્યારે જાણીતા લોકગાયિકા એવા ગીતા રબારીના ડાયરામાં તેમના પર નોટોનો વરસાદ થયો હતો. કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં પાંજરાપોળના પશુઓના લાભાર્થે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું. ત્યારે ગુજરાતના જાણીતા લોક ગાયિકા એવા ગીતા રબારીએ પોતાના કોકિલ કંઠથી લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. ત્યારે હાજર લોકોએ ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. જોતજોતામાં ગીતા રબારી પર રૂપિયાનો ઢગલો થઈ ગયો હતો. કોઈ વિચારી પણ નહીં શકે કે, ડાયરામાં લાખો નહિ, પણ કરોડો રૂપિયાનો વરસાદ થયો છે. ત્યારે ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ થતાં ગૌશાળાને 4 કરોડ 50 લાખનું દાન મળ્યું હતુ જે જોઈને ગૌશાળાના સંચાલકો ખૂબ જ ખુશખુશ થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પાંજરાપોળમાં લોકગાયિકા ગીતા રબારી પર કરોડો રૂપિયાનો વરસાદ થયો હતો. રાપરમાં આવેલ પાંજરાપોળના અબોલ પશુઓના લાભાર્થે આ ડાયરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ડાયરામાં ગીતા રબારી પર લોકોએ 4 કરોડ 50 લાખ રૂપિયા ઉડાવ્યા હતા. અને જોત જોતામાં રૂપિયાનો ઢગલો થઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે, આ ડાયરાનું આયોજન કચ્છી જૈન ઓસવાલ દ્વારા ગુરુકુળ રિંગરોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ગૌશાળાના લાભાર્થે આયોજિત આ ડાયરામાં 4 કરોડ 50 લાખ રૂપિયા દાન આવ્યું હતું. હાલ તો આ ડાયરામાં ગીતા રબારી પર થયેલ નોટોના વરસાદનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.