AhmedabadGujarat

ટિકટોક ગર્લ કીર્તિ પટેલ ફરિયાદ બાદ ગુમ, બે સાગરીતોએ પોલીસ સ્ટેશનમાં માફી માંગતા…..

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. કીર્તિ પટેલ સામે કામરેજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, કીર્તિ પટેલ સહિતના વ્યક્તિઓએ પશુ ભરેલી આઈસર રોકી ડ્રાઈવરોને માર માર્યો હોવાની જાણકારી સામે આવી છે. તેની સાથે ડ્રાઈવરો સાથે ખરાબ વર્તન પણ કર્યું હતું. તેને લઈને પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ મામલામાં હાલમાં પોલીસ દ્વારા શૈલેષ મેર, દિનેશ દેસાઈની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને વ્યક્તિ દ્વારા માફી માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેની સાથે તે હવે પછી આવી ભૂલ કરશે નહીં. જ્યારે હાલમાં કીર્તિ પટેલ સહિત અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે.

તમને જણાવી દઈએ કે, ૧૯ તારીખના રોજ કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ, મેહુલ આહીર તેમજ અન્ય ઈસમો દ્વારા કામરેજના ચોર્યાસી ટોલનાકા પાસે પશુ ભરેલી આઇસર ગાડી રોકવામાં આવી હતી. આ લોકો દ્વારા ગાયોને કતલખાને લઇ જવામા આવે છે તેવું કહીને ગાડી રોકી ડ્રાઇવરો ને માર મારી જાહેરમાં ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. તે મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલામાં ૧૦ થી ૧૫ ઈસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

તેની સાથે કીર્તિ પટેલ સહિતના વ્યક્તિઓએ પશુ ભરેલી આઈસર રોકી ડ્રાઇવરોને માર પણ માર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે ડ્રાઈવરને જાનથી મારી નાખવાની ધમકી પણ આ લોકો દ્વારા આપવામાં આવી હતી. તેમ છતાં આ ઝઘડાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો. મહત્વની વાત એ છે કે,  વાયરલ થયેલ વીડિયોમાં મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ મામલામાં કામરેજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.