AhmedabadGujarat

વડોદરામાં ધોરણ-10 ભણનાર વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટુકાવ્યું, પિતાએ કહ્યું કે…..

રાજ્યમાં દરરોજ આત્મહત્યા ના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેને લઈને કોઈ શંકાની બાબત નથી, તેમાં પણ ખાસ કરીને યુવાનો દ્વારા આત્મહત્યાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જે કોઈને કોઈ કારણોસર આત્મહત્યા કરી લેતા હોવાનું સામે આવતું રહે છે. જેને લઈને પોલીસમાં અનેક ફરિયાદો આવતી રહે છે જેમાં પણ રાજ્યમાં ખાસ કરીને રાજ્યના મોટા શહેરોમાં સૌથી વધુ ફરિયાદ સામે આવતી રહે છે. રાજ્યમાં હાલના સમયમાં યુવાધન બરબાદ થઇ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે હાલમાં રાજ્યમાં યુવાન યુવકોના આપઘાત ના બનાવો પણ વધારો થઇ રહ્યો છે, જેના અવારનવાર કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે આજે વધુ એક બનાવ સામે આવ્યો છે. આ બનાવ વડોદરાથી સામે આવ્યો છે.

વડોદરા શહેરના વડસર રોડ ઉપર રહેનાર 15 વર્ષની વિદ્યાર્થિની દ્વારા થોડા દિવસો પહેલા જ ધો.10 ની પરીક્ષા આપવામાં આવી હતી. તેમ છતાં ગત મોડી રાત્રીના પોતાના ઘરમાં જ ઓઢણીથી ગળેફાંસો ખાઇને આત્મહત્યા હરી લીધી છે. આ મામલામાં વિદ્યાર્થિનીના પિતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મારી દીકરી ભણવામાં હોશિયારી હતી અને તેને ક્યા કારણોસર આ પગલું ભર્યું તે મને જાણ નથી. પોલીસ દ્વારા હાલ મૃતદેહ પર કબજો મેળવી પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી વિદ્યાર્થિનીના મોતની તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વડસર મધુ સાગર સોસાયટીમાં રહેનારી ધો. 10 ની વિદ્યાર્થિની પ્રિયા મુકેશભાઇ જોશી ગળેફાંસો ખાઈને જીવન ટુકાવતા સોસાયટી સહિત આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. આ વિદ્યાર્થિની દ્વારા ગત માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. 10 ની પરીક્ષા આપવામાં આવી હતી.

એવામાં ગઈ કાલના મોડીરાત્રીના પ્રિયાએ પોતાના બેડરૂમના પંખા ઉપર ઓઢણીથી ગળે ફાંસો ખાઇ લીધો હતો. સવારના પિતા મુકેશભાઇ જોશીએ જયારે સવારે દીકરીને પંખા પર લટકતી જોઈ તો તે ચકિત થઈ ગયા હતા. મુકેશભાઇ જોશીનો રડવાનો અવાજ સાંભળી પરિવારના અન્ય લોકો તેમજ પાડોશી અને સ્થાનિક લોકો પણ રૂમમાં દોડી આવ્યા હતા.

ત્યાર બાદ પંખા ઉપર લટકેલી પ્રિયાનો મૃતદેહ ઉતારી હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમ છતાં પ્રિયાના શરીરમાં કોઈ હલન-ચલન ન દેખાતા પિતા મુકેશભાઇ જોશી દ્વારા માંજલપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. માંજલપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ દોડી આવી અને મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી દીધો હતો.

પોલીસે મુકેશભાઇ જોશીને પૂછતા તેમને જણાવ્યું કે, પ્રિયાને સવારે પંખા ઉપર લટકતી હાલતમાં અમે જોઈ હતી. પ્રિયા દ્વારા ધોરણ 10ની પરીક્ષા આપવામાં આવી હતી. આગામી દિવસોમાં તેનું પરિણામ પણ આવવાનું હતું. તેમ છતાં પ્રિયા અભ્યાસમાં હોશિયાર હતી. પરંતુ, તેણે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તેની મને જાણ નથી. આ પોલીસ દ્વારા મૃતક પ્રિયાના પિતાનું નિવેદન લઈને આપઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.