Alia Bhatt’s new house: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) આજકાલ તેની ફિલ્મો કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે. આલિયા ભટ્ટને ભલે નેપોટિઝમ સાથે ટેગ કરવામાં આવી હોય, પરંતુ તેણીએ તેની ફિલ્મોમાં મજબૂત અભિનય સાથે પોતાને સાબિત કરી છે અને પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. આલિયા ફિલ્મોની સાથે-સાથે બ્રાન્ડ્સના પ્રમોશનમાંથી પણ ઘણી કમાણી કરે છે.
આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે Alia Bhatt ના પ્રોડક્શન હાઉસ ઈટર્નલ સનશાઈન પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડે બાંદ્રા વેસ્ટના પાલી હિલ વિસ્તારમાં 37.80 કરોડનું નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે, જે તેના સાસરિયાના ઘરની નજીક છે. જો કે આ સમાચાર પર આલિયાનું સત્તાવાર નિવેદન હજુ આવ્યું નથી.
આલિયા ભટ્ટે (Alia Bhatt) એરિયલ વ્યૂ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, પાલી હિલ, બાંદ્રા, મુંબઈમાં ગોલ્ડ સ્ટ્રીટ મર્કેન્ટાઈલ કંપની પ્રાઈવેટ લિમિટેડ પાસેથી રૂ. 37.80 કરોડમાં 2,497 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે, એમ મનીકંટ્રોલના અહેવાલમાં જણાવાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયાએ આ માટે 2.26 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી આપી છે. આ વેચાણ કરાર 10 એપ્રિલ, 2023 ના રોજ નોંધાયેલ છે. આ સિવાય આલિયા ભટ્ટે તેની બહેન શાહીન ભટ્ટને પણ 2 ફ્લેટ ગિફ્ટ કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયાએ શાહીનને ગિફ્ટ કરેલો ફ્લેટ ગીગી એપાર્ટમેન્ટ જુહુ, મુંબઈમાં છે, જેનો વિસ્તાર 2,086.75 ચોરસ ફૂટ છે.
આ પણ વાંચો: હિંસક બનેલી શ્વાનની ટોળકીએ એક મહિનામાં 9 માસુમોને કર્યા ઘાયલ
આ પણ વાંચો: Gajlaxmi Rajyog : ગુરુ ગોચરથી મેષ રાશિમાં બન્યો ગજલક્ષ્મી રાજયોગ, બદલાશે આ લોકોનું ભાગ્ય