AhmedabadGujarat

અશ્લીલ વીડિયો કોલના લપેટામાં આવીને આપઘાત કરી લેનાર યુવકના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો

હમણાં ઘણા સમયથી ન્યૂડ વીડિયો કોલ કરીને તેનો સ્ક્રીન શોટ લઈને સામે વાળી વ્યક્તિને બ્લેકમેઇલ કરવાનો અને તેની પાસેથી પૈસા પડાવવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ જ પ્રકારના એક કિસ્સામાં ગયા અઠવાડિયે અમદાવાદમાં એક યુવકે આપઘાત કર્યો હતો. જેમાં પોલીસે હાલ રાજસ્થાનથી મેવ ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અમદાવાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કર્યાની ટ્વિટ કરીને માહિતી આપી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના ચાંદલોડિયામાં વસવાટ કરતા 37 વર્ષની ઉંમરના એક યુવકે અઠવાડિયા અગાઉ આપઘાત કરી લીધો હતો, જે ઘટનામાં થયેલી તપાસમાં એક મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આ કેસમાં રાજસ્થાનથી બે આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ માલુમ પડ્યું કે, ગેંગે ન્યૂડ વીડિયોમાં દેખાઇ રહેલી યુવતીએ બદનામીના ડરથી આપઘાત કરી લીધો છે તેવું કહીને આ ગેંગે યુવકને દ્રવ્યો હતો અને પૈસાની માંગણી કરી હતી.

નોંધનીય છે કે, મેવ ગેંગે યુવક પાસેથી 8.60 લાખ રૂપિયા પડાવ્યા પછી પણ યુવતીએ આપઘાત કરી લીધો છે તેમ કહીને યુવકને ડરાવ્યો હતો. અને પૈસાની માંગણી કરી હતી. જે બાદ યુવકે બદનામીથી બચવા માટે થઈને 21મી એપ્રિલે યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે સોલા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે રાજસ્થાન-હરિયાણા બોર્ડર નજીક આવેલા ભરતપુર ખાતેથી મેવ ગેંગના બે સભ્યોની ધરપકડ કરી લીધી હતી. પોલીસે હાલ તમ આ બંને આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે કે તેમની ગેંગમાં કેટલા સભ્યો છે અને તે લોકોએ અત્યાર સુધી કયા કયા ગુનાઓને અંજામ આપ્યા છે. આ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.