રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના એકના એક પુત્ર અનુજ પટેલ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ ને ગઈકાલે બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. ત્યાર બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તેમને સારવાર માટે વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી કે.ડી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ આજે વધુ સારવાર માટે અનુજ પટેલ ને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ પુત્રની ખરાબ તબિયત ના લીધે સીએમ જામનગરમાં સ્થાપના દિવસની ઉજવણીમાં જઈ શકશે નહીં.
નોંધનીય છે કે, રવિવારના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને સારવાર માટે કે.ડી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અનુજ પટેલ ની બે કલાક સુધી સર્જરી પણ ચાલી હતી.
અનુજ પટેલની વાત કરીએ તો તે રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને તેઓ એન્જિનિયર પણ છે. અનુજ કન્સ્ટ્રક્શન નો બિઝનેસ પણ કરે છે. અનુજે પણ પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલ છે.