હાલના સમયમાં કોરોના મહામારી બાદ હાર્ટ એટેકના મોતના કેસોમાં સતત વધારો રહ્યો છે, જેના અવારનવાર બનાવો સામે આવી રહ્યા છે. જેમાં પણ ખાસ કરીને યુવાન લોકોમાં હાર્ટ એટેકના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે આજે પણ એક એવો બનાવ સામે આવ્યો છે જેને જાણીને તમે પણ શોકમગ્ન થઇ જશો. આ બનાવ રાજકોટ શહેરમાંથી સામે આવ્યો છે. રાજકોટમાં નાની ઉંમરના બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે.
રાજકોટમાં એક 32 વર્ષીય મહિલાનું કપડા ધોતા ધોતા હાર્ટ એટેક આવવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ 32 વર્ષીય મહિલાનું નામ મનીષાબેન ડાભી હોવાનું જણાવ્યું છે. મનીષાબેન ડાભી જેઓ રાજકોટના મવડી ચોકડી પાસે રહેતા હતા. જયારે રાજકોટમાં આ હાર્ટ એટેકની બીજો કેસ સામે આવ્યો છે જેમાં 40 વર્ષીય યુવકનું ભોજન કરતા કરતા હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ 40 વર્ષીય યુવકનું નામ ભીખાભાઈ પ્રજાપતિ હોવાનું જણાવ્યું છે.
આ 40 વર્ષીય ભીખાભાઈ પ્રજાપતિ રાજકોટ શહેરના રામપીર ચોકડી પાસે રહેતા હતા. જો કે, આ ઘટનામાં હાર્ટ એટેકથી મોત થયેલ બંનેના પીએમ રિપોર્ટ હજુ આવવાના બાકી છે. જે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે વધુ માહિતી સામે આવી શકશે. જો કે, યુવાન વયે આ પ્રકારની ઘટના સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી રહી છે. ડૉક્ટર દ્વારા આ પ્રકારની વારંવાર બની રહેલી ઘટના માટે તણાવ પણ જવાબદાર હોવાનું જણાવી રહ્યા છે.
નોંધનીય છે કે, હાલમાં યુવાનોમાં હાર્ટ એટેકેના કિસ્સામાં ઘણો વધારો થઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. પહેલા જ્યાં હાર્ટ એટેક એ વૃદ્ધોનો રોગ માનવામાં આવતો હતો ત્યાં આજે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. જીમમાં એક્સરસાઇઝ કરતી વખતે લોકોને હાર્ટ એટેકના બનાવ સામે આવી રહ્યા છે.