AhmedabadGujarat

વડોદરામાં યુવકને પ્રેમ કરવો પડ્યો ભારે, મળી 10 વર્ષની સખત સજા

ઘણી વખત પ્રેમમાં લોકો એટલા આંધળા બનીને એવું કરી દેતા હોઉં છે કે પાછળથી મોટી મુશ્કેલીમાં મુકાઈ જવું પડતું હોય છે. આવુ જ કઈક વડોદરામાં સામે આવ્યું છે. જ્યાંએક યુવકે સગીર વયની યુબતી સાથે લગ્ન કરતા યુવતીના પરિવારજનોએ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ત્યારે આ કેસમાં યુવકને લગ્ન માટે યુવતીની ઉંમર 11 મહિના ઓછી હોવાની મોટી સજા મળી છે. આ યુવકે હવે 10 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાવલી તાલુકામાં એક યુવક અને સગીરા બંને એકબીજાને પ્રેમમાં પડ્યા હતા. આ બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. તેથી જ સગીરા ઘરનાને બહાનું બતાવીને તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. સગીરાના પરિવારજનોએ તેની શોધખોળ કરતા માલુમ પડ્યું કે સાવલીના દેવાંગ ઠાકોરભાઈ પરમાર સગીરાને બાઈક પર બેસાડીને લઈ ગયી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે સગીરાની ઉંમર 17 વર્ષની જ હોવાથી સગીરાની માતાએ વર્ષ 2018ના જાન્યુઆરી મહિનામાં ભાદરવા પોલીસ સ્ટેશન ખાયે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે સગીરાને ભગાડીને લઈ જનાર યુવક દેવાંગ પરમાર વિરુદ્ધ પોકસો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2018માં નોંધાયેલ આ કેસમાં સાવલી કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં આરોપી 10 વર્ષની સખત કેદની સજા તેમજ પીડિત યુવતીને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે ભલામણ કરવામાં આવી છે.