વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખની ધોળા દિવસે હત્યા, બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ
ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અવારનવાર ફાઈરિંગ ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે ગુનેગારોને કોઈ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે આવી જ એક ઘટના વાપી સામે આવી છે. આજે વાપીથી આવી જ એક ઘટના સામે આવી છે. વાપીના રાતા ગામના તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યા કરવાની બાબત સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વાપી તાલુકાના ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તે સમયે વાપીના રાતા ગામ પાસે બે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સ દ્વારા તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કર્યા બાદ બાઇક પર આવેલા અજાણ્યા શખ્સો નાસી ગયા હતા. આ ઘટનામાં શૈલેષ પટેલનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલાની જાણ થતાની સાથે જ પોલીસ ટીમની ઘટનાસ્થળ દોડી આવી છે.
આ પણ વાંચો: ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખથી શરૂ થશે ચોમાસુ
પોલીસ દ્વારા મૃતક શૈલેષ પટેલના મૃતદેહને પીએમ અર્થે નજીક હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હત્યારાઓને ઝડપી પાડવા માટે તમામ જગ્યા પર નાકાબંધી કરી દેવામાં આવી છે. જ્યારે જાણકારી સામે આવી છે કે, જૂની અદાવતમાં શૈલેશ પટેલ કરવામાં આવી હોઈ શકે છે. પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: વિજાપુરમાં આરોગ્ય વિભાગના દરોડા, 750 થી વધુ નકલી કલર વાળું મરચું પકડ્યું