સુરતના રિક્ષા ચાલકની અનોખી સેવા, ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ જોવા જનાર લોકોને ફ્રીમાં પહોંચાડશે સિનેમાઘર
ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ છેલ્લા થોડા સમયથી બોક્સઓફીસ પર ધમાલ મચાવી રહી છે. તેના લીધે ફિલ્મનું ચારોતરફ ચર્ચાઓ પણ થઈ રહી છે. જ્યારે આ ફિલ્મને લઈને સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં રિક્ષા ચાલક દ્વારા એક અનોખી સેવા શરુ કરવામાં આવી છે. સુરતના ચલથાણનાં વિજય ભરવાડે ”ધ કેરલા સ્ટોરી” ફિલ્મ જોવા જનારાને નિશુલ્ક સેવા આપવાનું નક્કી કર્યું છે. તેમના દ્વારા લોકોને ફિલ્મ જોવા માટે સિનેમાં સુધી ફ્રીમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. સુરતનાં કોઈપણ સિનેમામાં ફિલ્મ જોનારાને થીયેટર સુધી તે ફ્રીમાં પહોંચાડશે. આ બાબતમાં વિજય ભરવાડ દ્વારા બે રિક્ષાઓ પણ મુકવામાં આવી છે.
‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મની વાત કરીએ તો તે કાશ્મીર ફાઈલ્સની જેમ ફરી ચર્ચામાં આવી છે. કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને જોવા જનાર માટે ઘણી જાહેરાત પણ કરાઈ હતી. ત્યારે હવે ધ કેરાલા સ્ટોરીને લઈને ઘણી સેવાઓ લોકો દ્વારા શરુ કરવામાં આવી છે. જેમાં સુરત નજીક ચલથાણ ગામમાં રહેનાર યુવક દ્વારા એવી જ જાહેરાત કરી છે. તેમને જણાવ્યું છે કે, જે પરિવાર આ ફિલ્મ જોવા ઈચ્છે છે તેમને તે રિક્ષા દ્વારા નિશુલ્ક થીયેટર સુધી પહોંચાડશે.
આ પણ વાંચો: મહિલાની જીભ કાળી થઇ ગઈ અને ઉગ્યા વાળ, જોઈને ડોક્ટરો પણ ધ્રુજી ગયા
વિજય ભરવાડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જ્યારે આવી સારી ફિલ્મ બે છે ત્યારે આજનાં યુવાનોને સંદેશ મળતો હોય છે. તેની સાથે અમુક રાજ્યમાં લવ જેહાદનાં કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. જ્યારે આ ફિલ્મમાં એક જ ધર્મનાં લોકોનું આ ષડયંત્ર રહેલ છે. તેના આ ફિલ્મમાં પણ દેખાડવામાં આવ્યું છે. તેના લીધે અમે મિત્રોએ ભેગા મળીને ધ કેરલા સ્ટોરી ફિલ્મ જોવા માટે જનાર પરિવારને અમે થિયેટર સુધી નિઃશુલ્ક પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.
આ પણ વાંચો: સગાઈ કરીને ઘરે જઈ રહેલા પરિવારની ખુશી રસ્તામાં થયેલ અકસ્માતે છીનવી