GujaratMehsanaNorth Gujarat

લોકો થઈ રહ્યા હતા પાણી માટે પરેશાન, પાલિકાએ ખોદકામ કર્યું તો પાઇપલાઇનમાંથી મળી યુવતીની લાશ

પાટણથી આશ્ચર્યચકિત કરનારી ઘટનાઓ સામે આવ્યો છે. પાટણના સિદ્ધપુરના શેરી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન માંથી યુવતીની લાશ મળી આવી હોવાની બાબત સામે આવી છે. જ્યારે શહેરના ઉપલી શેરી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણી આવી રહ્યું નહોતું. તેના લીધે નગરપાલિકાની ટીમ દ્વારા પાણીની પાઇપલાઇનમાં ખોદકામ કરીને તપાસ શરૂ કરાઈ હતી. એવામાં હવે આ તપાસ દરમિયાન પાઇપલાઇનમાંથી કોઈ અજાણી યુવતી ના મૃતદેહના કેટલાક અવશેષો મળી આવ્યા છે. તેના લીધે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

ઘટનાની જાણ નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસને કરવામાં આવતા સિદ્ધપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા હાલમાં મૃતદેહના અવશેષો ને પીએમ અર્થે મોકલીને લાશ કોની છે અને પાણીની પાઇપલાઇનમાં કેવી રીતે મૃતદેહના અવશેષો કેવી રીતે આવ્યા તે મામલામાં તપાસ શરુ કરવામાં આવી છે.

આ મામલામાં સિદ્ધપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન ધર્મેન્દ્ર ઠાકરે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 11-12 તારીખના એકાએક પાણીનો પ્રવાહ બંધ થઈ ગયો હતો. તેના લીધે ખોદકામનું કામ શરુ કરવામાં આવ્યું હતું. એવામાં પાઈપલાઈન કંઈક ફસાઈ ગયું હતું તેવું સામે આવ્યું હતું. ત્યાર બાદ પાઈપ લાઈનમાંથી યુવતી નામાં મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા હવે આ મામલામાં વધુ તપાસ શરુ કરવામાં આવી છે.