નવા સંસદ ભવનમાં પીએમ મોદીએ વિધિ-વિધાન સાથે સ્થાપિત કર્યું સેંગોલ

પીએમ મોદીએ આજે 28 મે, 2023 ના રોજ હવન અને મંત્રોચ્ચાર સાથે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું છે. આજનો દિવસ દેશના ઈતિહાસમાં હંમેશા યાદ રહેશે. પીએમ મોદીએ વિધિ-વિધાન સાથે પૂજા કર્યા બાદ સેંગોલને પ્રણામ કર્યા બાદ સંસદમાં સ્પીકરની ખુરશીની બાજુમાં સેંગોલ સ્થાપિત કર્યું હતું. આ દરમિયાન તમિલનાડુના મઠોના અધનમે પીએમ મોદીને સેંગોલ સોંપ્યું હતું. આ ઔપચારિક રાજદંડ, પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને ઓગસ્ટ 1947માં સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે આપવામાં આવ્યો હતો. આ રાજદંડ અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો હતો.

 

 

 

આ અવસરે દેશભરમાંથી સાધુ સંતાઓ પણ હાજર રહ્યા હતા અને પીએમ મોદીએ આ સાધુ સંતો ના આશીર્વાદ પણ લીધા છે. પીએમ મોદીએ સંસદના નિર્માણમાં સામેલ શ્રમ યોગીઓનું સન્માન કર્યું. નવી સંસદમાં સર્વધર્મ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ કેબિનેટ મંત્રીઓ અને અન્ય રાજ્યોના સીએમ સહિત ઘણા પ્રતિષ્ઠિત લોકો હાજર હતા.

 

નવા સંસદ ભવન આવ્યા બાદ પીએમ મોદીએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અહીં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ઉદઘાટન પહેલાં વડાપ્રધાને દરેકને સંસદ ભવનનાં વીડિયો માટે વૉઇસ ઓવર આપવા અપીલ કરી હતી. નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે સરકાર 75 રૂપિયાનો સ્મારક સિક્કો પણ બહાર પાડશે.