GujaratRajkot

વાહન પાર્ક કરવાની બાબતમાં થયેલી હત્યા આ કેસમાં પાંચ વર્ષે આવ્યો ચુકાદો, 9માંથી 8 નિર્દોષ 1ને આજીવન કેદની સજા

31 મે 2018ના રોજ રાજકોટ શહેરના નવલ નગર વિસ્તારમાં છરી મારીને મારુતિ મેવાડા નામના એક વ્યક્તિને જાનથી મારી તેની હત્યા કરવામાં આવી હતી. તેમજ લક્ષ્મણભાઈ ઉર્ફે લખન મેવાડાને પણ આ ઘટનામાં ઇજા પહોંચી હતી. ત્યારે ડીસ્ટ્રીક જજ આર.ટી.વાછાણીએ આ કેસમાં ચુકાદો આપતા આરોપી કાનજી ઉર્ફેક કાનો ઉર્ફે લાલો ડાવેરાને ipc કલમ 302ના ગુનામાં આજીવન સખત કેદની સજા તેમજ 50 હજાર રૂપિયાનો દંડ અને સાથોસાથ આઇપીસીની કલમ 307 હેઠળ આરોપીને 10 વર્ષની સજા તેમજ 30,000 રૂપિયાનો દંડનો હુકમ સંભળાવ્યો છે. જ્યારે કે આઈપીસીની કલમ 326 હેઠળ આરોપીને 5 વર્ષની સજા તેમજ દસ હજાર રૂપિયાનો દંડનો હુકમ સંભળાવવામાં આવ્યો છે.

એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કમલેશભાઈ ડોડીયાએ આ સમગ્ર મામલે કોર્ટમાં દલીલ કરી હતી કે, વર્ષ 2018 માત્ર ઘર પાસે વાહન પાર્ક કરવા જેવી નાની વાતને લઈને માથાકૂટ થતા આરોપી કાનજી ઉર્ફેક કાનો ઉર્ફે લાલાએ પોતાના ઘરમાંથી છરી કાઢીને મારુતિ મેવાડા તેમજ તેમના ભાઈ લક્ષ્મણ ઉર્ફે લખનને ગંભીર ઈજા પહોંચાડી હતી.

ઉલ્લેખનીય છે કે, જે તે સમયે FSLના અધિકારીઓએ સમગ્ર મામલે ઘટના સ્થળનું પરીક્ષણ કરીને રિપોર્ટ પણ આપેલ હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ લોકોને સૌપ્રથમ દોશી હોસ્પિટલ અને ત્યારપછી મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, કોર્ટ દ્વારા આ સમગ્ર કેસમાં નવ આરોપીઓમાંથી આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા જ્યારે એક આરોપીને જેલ તેમજ દંડની સજા સંભળાવવામાં આવી છે.