આણંદના વરસડા ગામથી એક દુઃખદ ઘટના સામે આવી છે. કેમકે આ ગામમાં વીજ કરંટ લાગતા એક ખેડૂતનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક તેમનો પગ વિજ વાયરમાં આવી જતા તેમને વીજ કરંટ લાગ્યો હતો. તેના લીધે તેમનું ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, આણંદના વરસડા ગામમાં કનુ ભરવાડ નામના 59 વર્ષીય ખેડૂતને વીજ કરંટ લાગતા કરૂણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. કનુભાઈ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે જમીન પર પડેલ જીવીત વીજ તાર તેમના પગમાં ભરાઈ ગયો હતો તેના લીધે તેમનું કરૂણ મોત નીપજ્યું છે. જીવીત વીજ તાર કનુંભાઈના પગમાં વીટોળાઈ ગયો હતો. તેના લીધે તે કરંટના મારથી તેઓ છૂટી શક્યા નહોતા તે કારણોસર તે ખૂબ દાજી પણ ગયા હતા. જેના લીધે કનુ ભરવાડનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ દોડી આવી તપાસ શરુ કરી હતી.
જ્યારે કનું ભરવાડના મોત સમગ્ર પંથકમાં ગમગીન વાતાવરણ સર્જાયું છે. ઘટના સર્જાતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર ભેગા થઈ ગયા હતા. જ્યારે આ ઘટનાને ગામનો લોકો દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. આ ઘટના કયા કારણોસર બની તે મામલામાં પોલીસ દ્વારા હાલ તપાસ શરુ કરવામાં આવી છે.