AhmedabadGujarat

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી મોટી આગાહી

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના કહેર બાદ હવે ચોમાસાનું લોકો રાહ જોઈ રહ્યા છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વખતે વરસાદની પેટર્ન પણ બદલાઈ છે. તેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા 25 થી 30 જૂનની આસપાસ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી ચાર થી પાંચ દિવસ વરસાદની શક્યતા રહેલી છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર માટે વરસાદી માહોલ બનવાની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા સુરત, તાપી સહિતના ભાગોમાં વરસાદી માહોલ બનવાની આગાહી કરી છે. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસા અને ગુજરાતમાં ભારે વરસાદને આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં પાંચ દિવસ અલગ-અલગ ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા છે. આગાહી અનુસાર આજે ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જેમાં દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપીમાં આજે વરસાદની આગાહી કરાઈ છે. આગામી ત્રણ દિવસમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદ વરસવાની શક્યતા છે. તેમ છતાં હવામાન વિભાગ દ્વારા આ ચાર દિવસો માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી. આ દિવસોમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. તેમ છતાં ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં 25-30 જૂનમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તેની સાથે વાવાઝોડા અને ચોમાસાની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે. આ રીતે હવામાન વિભાગે આગામી દિવસમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેની સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. અંબાલાલ પટેલ દ્વારા 25-30 દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થવાથી નદીઓમાં નવા નીર આવવાની આગાહી કરવામાં આવી છે.