રાજ્યમાં બિપોરજોય વાવાઝોડા ગરમીનો પાર વધ્યો છે. જેના લીધે લોકો ચોમાસા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેમના મુજબ આવતીકાલથી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં વરસાદી સીસ્ટમ બનતા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. જયારે 25 થી 30 જૂનમાં રાજ્યના ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. તેની સથે મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. એવામાં આહવા, ડાંગ અને વલસાડના વિસ્તારમાં વરસાદી માહોલ બનશે. જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની વરસવાની શક્યતા છે. ત્યાર બાદ ચોમાસું વિધિવત રીતે બેસી જશે.
તેની સાથે તેમને એ પણ જણાવ્યું છે કે, ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું આવશે પરંતુ તેનું એન્ટ્રી જોરદાર રહેવાની છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. વરસાદના લીધે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો જોવા મળશે. જ્યરે 10 જુલાઈ સુધીમાં સાબરમતી નદીમાં પાણીની આવક થવાની શક્યતા રહેલી છે. વરસાદના લીધે જળાશયો, તળાવો, બંધોમાં પણ પાણીની આવક વધારો થશે. જૂનના અંતમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં વરસાદ વરસશે તેના લીધે ગુજરાતમાં પાણીની સમસ્યા હલ કરવામાં મદદરૂપ બનશે,